ETV Bharat / state

રક્ષક પર આંચ : કોન્સ્ટેબલને અડધી રાત્રે કચડી નાખતા પોલીસ બેડામાં શોકનો માતમ્ - Crime Case in Borsad

બોરસદમાં ટ્રેલર ચાલકે પોલીસ કોન્સ્ટેબલ પર ટ્રેલર ચડાવી મૃત્યુ (Murder Case in Borsad) નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસ બેડામાં શોકનો (Police Accident in Borsad) માતમ છવાયો છે. મૃતક પોલીસ કોન્સ્ટેબલની (Police Constable Murder) પત્ની થોડા વર્ષો પહેલા અવસાન પામી હતી, જ્યારે હાલ પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં બાળકોની નોંધારા બની ગયા છે.

રક્ષક પર આંચ : કોન્સ્ટેબલને અડધી રાત્રે કચડી નાખતા પોલીસ બેડામાં શોકનો માતમ્

author img

By

Published : Jul 21, 2022, 9:51 AM IST

Updated : Jul 21, 2022, 1:28 PM IST

આણંદ : બોરસદમાં પોલીસ કોન્સ્ટેબલને ટ્રેલર ચાલકે કચડીને મારી નાખવાનો બનાવ બન્યો છે. બોરસદ શહેર પોલીસ મથકના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મંગળવારના રોજ મોડી રાત્રે વાહન ચેકિંગમાં હતાં. તે દરમિયાન તેમણે શંકાસ્પદ લાગેલા ટ્રેલરને (Police Accident in Borsad) ઉભુ રાખવા ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રેલર ચાલકે વાહન ઉભુ રાખવાના બદલે સીધું કાર પર ચડાવી દીધું હતું. જેના કારણે કોન્સ્ટેબલ કચડાઇ જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાથી પોલીસ બેડામાં (Police Killed in Borsad) ભારે શોકની લાગણી છવાઈ છે અને ટ્રેલર ચાલક વાહન છોડી ભાગી ગયો હતો.

રક્ષક પર આંચ : કોન્સ્ટેબલને અડધી રાત્રે કચડી નાખતા પોલીસ બેડામાં શોકનો માતમ્

શું હતો બનાવ - બોરસદ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોરસદ શહેરની આણંદ ચોકડી પર મંગળવારની રાત્રે ફરજ સોંપવામાં આવી હતી, ત્યારે કોન્સ્ટેબલ કિરણસિંહ રાજ નાઇટ રાઉન્ડમાં હતાં. તે સમયે રાત્રિના 11 વાગ્યાની આસપાસ વાહન ચેકીંગ દરમિયાન વાસદ ચોકડી તરફથી RJ 52 GA 3908 નંબરનું ટ્રેલર આવતું હતું. આથી, કિરણસિંહે ટ્રેલરના ચાલકને એક બાજુ ઉભુ રાખવા ઇશારો કર્યો હતો. પરંતુ ટ્રેલરના ચાલકે ટ્રેલર ઉભુ ન રાખી પુરઝડપે હંકારી આણંદ તરફ જતા રસ્તે ભગાડ્યું હતું. આથી, શંકાસ્પદ લાગતા કિરણસિંહ અને હોમગાર્ડના જવાનોએ ખાનગી કારમાં ટ્રેલરનો પીછો કર્યો હતો. થોડે કિલોમીટર દૂર અશોક પાર્ક પાસે બ્રિજ પાસેના સર્વિસ રોડ પર આવતા કોન્સ્ટેબલ કિરણસિંહ જયમલસિંહ ટ્રેલરની ઓવરટેક કરી થોડે દુર આગળ ગાડી ઉભી રાખી ટ્રેલરના ડ્રાઇવરને ફરી રોકવાનો ઇશારો કર્યો હતો.

પોલીસ બેડામાં શોકનો માતમ્
પોલીસ બેડામાં શોકનો માતમ્

ટ્રેલર ચાલકની ધરપકડ - કોન્સ્ટેબલ કિરણસિંહ જયમલસિંહ ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલીને બહાર ઉભા હતાં. તે દરમિયાન પાછળથી ટ્રેલર ડ્રાઇવરે પુરઝડપે અને બેદરકારીથી હંકારી કાર પર ટ્રેલર નાખી દીધું હતું. જેના કારણે કિરણસિંહ હડફેટે ચડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ ટ્રેલર તારાપુર તરફ હંકારી નાસી ગયો હતો. આ અકસ્માતથી હતપ્રભ બનેલા હોમગાર્ડ જવાનોએ તાત્કાલિક ઉપરી અધિકારીઓને જાણ કરી કિરણસિંહને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. આ ગંભીર ઘટનાના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી અને જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યને સહિતની ટીમ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને મોડી સાંજે ટ્રેલર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રેલર
ટ્રેલર

આ પણ વાંચો : પોલીસ કોન્સ્ટેબલ સામે શખ્સએ કાઢ્યો છુરો અને થયું એવું કે...

ટ્રેલર ચાલક કાદવમાં ખુપી ગયો - બોરસદમાં કોન્સ્ટેબલને કચડી ભાગેલા ટ્રેલર ચાલકે થોડે દુર મોરજ (Trailer Driver Kills Police Constable) પાસે પહોંચી અચાનક ઊંધા રસ્તે જવાનો વિચાર કર્યો હતો. આથી, તેને ટ્રેલર રિવર્સમાં લીધું હતું. જોકે, રિવર્સ લેતા સમયે તે રોડ પરથી ઉતરી ગયું હતું અને સાઇડમાં (Trailer Driver Accident in Borsad) કાદવમાં ખૂંપી ગયું હતું. જે બહાર ન નીકળતા આખરે ચાલકે તેને રસ્તા પર જ મુકી ભાગી ગયો હતો. જેને મોડી સાંજે પકડી પાડવામાં આવ્યો હતો.

રક્ષક પર આંચ
રક્ષક પર આંચ

બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ચાલક હાજર થયો - બોરસદ ગ્રામ્ય પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી (Crime Case in Borsad) તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રેલર નંબર પરથી તેના માલિકને જાણ કરી હતી. આથી, માલિકે ચાલકની શોધખોળ કરી તેને મોડી સાંજે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે હાજર કર્યો હતો. પૂછપરછ દરમિયાન ચાલક ગોપીરામ મીણાનો (રહે.અલવર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તે ભરૂચથી સીરામીક પાવડર ભરી રાજસ્થાન જતો હતો. ઘટના સમયે તે ગભરાઈ ગયો હતો અને ગાડી જમા લે તો ટ્રેલર માલિક અને માલના (Gujarat Police Constable Murder) માલિકનો ઠપકો સાંભળવો પડે તે માટે તે ભાગ્યો હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : Surat Crime Case : ધરમ કરતાં ધાડ પડી, પોલીસકર્મી બન્યાં હુમલાનો ભોગ

મૃતક કોન્સ્ટેબલનો પરિચય -કિરણસિંહ રાજ 2006માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયાં હતાં. તેઓને ખેડા ખાતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેમનું વતન આણંદ જિલ્લાના સુદણ ગામે થતું હોવાથી ચારેક વર્ષ પહેલા જ આણંદ જિલ્લામાં બદલી કરાવી હતી. તેઓએ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવી હતી. બાદમાં બોરસદ ટાઉન પોલીસ મથકે ડી સ્ટાફમાં નિમણૂક આપવામાં આવી હતી. કિરણસિંહને બે સંતાનો છે. તેમના પત્નીનું ચાર વર્ષ પહેલા જ અવસાન થયું હતું. જોકે, ફરજ દરમિયાન કિરણસિંહનું પણ મૃત્યુ થતાં તેમના બન્ને સંતાનોએ ચાર વરસના ગાળામાં માતા - પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના ભાઈ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. હાલ તેમનો પરિવાર અડાસ ગામે રહે છે. આ ઉપરાંત કિરણસિંહને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Last Updated : Jul 21, 2022, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.