ETV Bharat / state

નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 9 ફૂટનો મગર પકડવામાં આવ્યો

author img

By

Published : Dec 9, 2020, 2:26 PM IST

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના બાંટવા ગ્રામ પંચાયત પાસે 9 ફૂટનો મગર જોવા મળ્યો હતો. જેથી ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરના હેલ્પલાઇન નંબર પર જાણ કરવામા આવી હતી.

નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 9 ફૂટનો મગર પકડવામાં આવ્યો
નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 9 ફૂટનો મગર પકડવામાં આવ્યો
  • બાટવા ગ્રામ પંચાયત પાસે 9 ફૂટનો મગર દેખયો
  • મગરને ગાળિયાની મદદથી પાંજરે પૂર્યો
  • પ્રાકૃતિક નિવાસમાં પૂન:વસવાટ માટે મગરને મુક્ત કરાયો

આણંદઃ જિલ્લાના સોજીત્રા તાલુકાના બાંટવા ગ્રામ પંચાયત પાસે 9 ફૂટનો મગર જોવા મળ્યો હતો. જેથી ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરના હેલ્પલાઇન નંબર પર જાણ કરવામા આવી હતી. અને નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનોને મગર અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

ગાળિયાની મદદથી પાંજરે પૂર્યો

સંસ્થામાંથી સ્વયંસેવક મિત્રો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સભ્યો સાધનોથી સજ્જ થઈ ઘટના સ્થળે પહોંચ્યા. લગભગ 50 મિનિટની જહેમત બાદ મગરને ગાળિયાની મદદથી પાંજરે પૂર્યો હતો. મગરની લંબાઈ 9 ફૂટ હતી તથા વજન આશરે 95 કિલો હતું.

R.F.O તથા ફોરેસ્ટના સ્ટાફની મુખ્ય કામગીરી

નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશનમાં નિકુંજ ભોઈ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માંથી R.F.O તથા ફોરેસ્ટના સ્ટાફની મુખ્ય કામગીરી હતી. મગરને જોઈને ગામ લોકો એ વનયજીવ ને બચાવવા તથા તેને પકડી પુનર્વસન કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરને જાણ કરી તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરી જાણ કરવામાં આવી હતી. ટીમ દ્વારા સ્થળની તપાસ કરવામા આવી હતી બાદમાં મગરને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પાંજરે પુરવામાં આવ્યો હતો.

નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મગર અંગે ની માહિતી અપાઇ

મગર દ્વારા કોઈને નુકસાન પહોંચાડવામાં આવતું નથી સિવાય એને છંછેડવામાં આવે તો તે નુકસાન પહોંચાડે છે. સ્વયંસેવક મિત્રો દ્વારા ગ્રામ જનોને મગરથી કેવી રીતે સુરક્ષિત રહેવું તથા મગરને કેવી રીતે સુરક્ષિત રખાય તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. મગરને એના પ્રાકૃતિક નિવાસમાં પૂન:વસવાટ માટે મુક્ત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.