- પેટલાદમાં એક કર્મકાંડી યુવકે કરી બાળકીની છેડતી
- 8 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલા
- પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કર્યો
આણંદ: પેટલાદનો સાંઈનાથ રોડ પર રહેતા અને વ્યવસાયે કર્મકાંડ કરીને ગુજરાન ચલાવતા 18 વર્ષના એક યુવકે 8 વર્ષની બાળાને રમવા લઈ જવાનું જણાવીને સોસાયટીના ખાલી મકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બળજબરીપૂર્વક તેણીના વસ્ત્ર ઉતારી તેના શરીર પર હાથ ફેરવીને શારીરિક અડપલા કર્યા હતા. ગભરાઈ ગયેલી બાળકીએ જેમ તેમ કરીને ત્યાંથી છટકી ઘરે પહોંચી ગઇ હતી અને ઘરના સભ્યોને ઘટનાની જાણ કરતા પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠયા હતા અને બાળકીને લઈને પેટલાદ શહેર પોલીસ મથકે આવ્યા હતા. જ્યાં બાળકીના પિતાની ફરિયાદના આધારે પેટલાદ પોલીસે આ નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.