- આણંદ જિલ્લામાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ
- 15થી 20 નવેમ્બર દરમિયાન આણંદ જિલ્લામાં નવા 73 કેસ નોંધાયા
- અમદાવાદથી દર્દીઓને સારવાર માટે આણંદ લવાય છે
આણંદ: દિવાળીના તહેવારોમાં લોકોની બેદરકારીના કારણે અને આ અંગે તંત્રની ઢીલી નીતિના કારણે કોરોનાએ પુન: માથું ઊંચકયું છે. છેલ્લા પાંચ દિવસમાં આણંદ જિલ્લામાં 73 નવા કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે દિવાળીની ભીડભાડની આડઅસરો હવે કોરોના પોઝિટિવ તરીકે જોવા મળી રહી છે. ગુરુવારે આણંદમાં સૌથી વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
કેસોમાં એકાએક વધારાથી આરોગ્યતંત્ર પુન: કવાયત હાથ ધરશે.
ચરોતરમાં કોરોના પોઝિટિવ કેસોમાં એકાએક વધારાથી આરોગ્ય તંત્રએ પુન: કવાયત હાથ ધરશે,આરોગ્ય અધિકારી ડો. છારીના જણાવ્યા અનુસાર કોરોના ટેસ્ટીંગ સેન્ટરોમાં વધારો કરવા સહિત એન્ટીજન સહિતના ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
લોકો બની રહ્યા છે બેજવાબદાર
આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારો દરમ્યાન ખરીદી સહિતની બાબતોએ ઉમટેલી ભીડભાડમાં લોકોએ વર્તેલી બેદરકારીના કારણે કોરોના સંક્રમણમાં વધારો થયો છે અને હવે સ્થિતિ વિસ્ફોટક બની ગઇ છે. રાજયભરમાં કોરોનાનો બીજો તબકકો શરુ થયો છે. પરંતુ લોકો હજુ પણ બેજવાબદાર બની ફરી રહ્યા છે. ચરોતરમાં ઠેકઠેકાણે લોકો ટોળા વળીને ઉભેલા જોવા મળે છે.
હાલ આણંદમાં 63 દર્દીઓ સારવાર હેઠળ
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1661 પહોંચ્યો છે. જેમાંથી સારવાર બાદ 1582 દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે 16ના મૃત્યુ થયાનું તંત્રની યાદીમાં જણાવાયું છે. હાલમાં 63 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 57ની હાલત સ્થિર અને 6 ઓકિસજન ઉપર સારવાર મેળવી રહ્યા છે.
5 દિવસના કોરોના કેસની તારીખવાર વિગતો
તારીખ. પોઝિટિવ કેશ.
15 નવે. 15
16 નવે. 08
17 નવે. 17
18 નવે. 14
19 નવે. 19