- મહામારીમાં ઝોલાછાપ ડૉક્ટ્સ કરી રહ્યા છે સ્વાસ્થ્ય સાથે ચેડા
- 5 બોગસ ડોકટરો સામે કરી કાર્યવાહી
- બોગસ પ્રેક્ટિસ કરતા ડોકટરોમાં ફફડાટ
આણંદ : વૈશ્વિક મહામારી કોરોના(Corona) પ્રકોપ વચ્ચે દેશ દોઢ વર્ષ થી ઝઝૂમી રહ્યો છે તો બીજી તરફ ઝોલી છાપ ડૉક્ટર્સ લોકોના સ્વાસ્થ્યના સાથે ચેડા કરી રહ્યા છે. આણંદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ જિલ્લામાં પાંચ જેટલા બોગસ તબીબોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
આણંદ ગામમાં 2 બોઘસ ડૉક્ટર્સ
આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બે બોગસ ડોકટરો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963 ની જુદી જુદી કલમો હેઠળ ગામડી અને મંગળપુરા વિસ્તારમાં અવેધ મેડીકલ પ્રેકટીસ કરતા બે બોગસ તબીબોને આણંદ ટાઉન પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આણંદના હાર્દ સમી ગણેશ ચોકડી પાસે મંગળપુરા વિસ્તારમાં કનુભાઈ ગોહિલ નામના વ્યક્તિને બોગસ એલોપેથી પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે.
18 હજારનો મૃદ્દામાલ જપ્ત કર્યો
તેમની પાસેથી 24 આ પ્રકારની વિવિધ દવાઓ અને એલોપેથી પ્રેક્ટિસમાં વપરાશમાં આવતા આ ઉપકરણો મળી કુલ 18 હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અન્ય કિસ્સામાં આણંદ શહેર પાસે આવેલા ગામડી ગામમાં પરેશ જયંતીભાઈ પટેલ જે હોમિયોપેથી ડોક્ટર હોવા છતાં એલોપેથી પ્રેક્ટિસ કરતાં ઝડપાયો છે. જેની પાસેથી 24 પ્રકારની વિવિધ એલોપેથી દવા અને ઉપકરણો મળી 39,363 નો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : પંચમહાલ એસઓજીએ 6 ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડ્યાં
ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝોલાછાપ
આણંદ જિલ્લાના અન્ય પોલીસ મથકોમાં પણ બોગસ ડોક્ટર સામે કાયદાએ લાલઆંખ કરી હતી. બોરસદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા વ્હેરા ગામે આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વહેરામાં હજારીયાપુરા વિસ્તારમાં રહેતા એક બોગસ ડોકટર જયેશ ગોવિંદભાઇ ઠાકોરને તેના રહેઠાણમાં એક રૂમ માં દવાખાનુંનું સેટપ ગોઠવી પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 33 પ્રકારની દવાઓ આજે ઉપકરણ માડી કુલ 20,823 હજારનો મુદ્દમાલ જપ્ત કરી બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : અંજારમાંથી એક બોગસ તબીબ ઝડપાયો
વગર કોઈ નોંધણી પ્રેક્ટીસ
ખંભાત ગ્રામ્ય પોલીસે પણ આજ પ્રકારે રોહિણી ગામે બોગસ ડોક્ટર ભાવિન શાંતિલાલ રાવલ ને લોકોના આરોગ્ય સામે ચેડાં કરતા ઝડપી પાડ્યો હતો જેની પાસે થી 30 પ્રકાર ની દવોઓ સાથે 3768 રૂપિયા નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આણંદ જિલ્લાના આશોદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભેટાસી ગામે પણ રમણભાઈ ચતુરભાઈ પટેલ 20 પ્રકારની વીવિધ દવાઓ અને ઉપકરણમળી 29,784 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. જે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં કોઈ પ્રકારની નોંધણી કરાવ્યા સિવાય બોગસ એલોપેથી પ્રેકટીસ કરતો હતો જેના વિરૂધ્ધ માં પોલીસે ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિસ એકટ 1963 ની જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.