ETV Bharat / state

ખંભાતની 2,300થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજના 4 પ્રોફેસર કોરોના સંક્રમિત

ખંભાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં 4 અધ્યાપકો કોરોના સંક્રમિત બનતા શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું છે. ખંભાતની બી ડી રાવ કોલેજ કેમ્પસના 4 પ્રોફેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓમાં ભયનો માહોલનો વ્યાપ્યો છે.

author img

By

Published : Mar 13, 2021, 10:15 PM IST

કોરોના સંક્રમિત
કોરોના સંક્રમિત
  • બી ડી રાવ કોલેજ કેમ્પસના 4 પ્રોફેસરને લાગ્યો કોરોનાનો ચેપ
  • શિક્ષણકાર્ય બંધ કરવામાં આવ્યું
  • શિક્ષકમાં ફેલાઇ રહ્યું છે કોરોના સંક્રમણ

આણંદ : ખંભાતમા 2300થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજના 4 પ્રોફેસરને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. ખંભાત તાલુકામાં એક માત્ર આટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગની કોલેજ હોવાથી તાલુકાના છેવાડાના વિદ્યાર્થીઓ આ કોલોજમાં વધુ આવે છે, જે કારણે ગામડામાં પણ સંક્રમણ ફેલાવો ભય છે.

આ પણ વાંચો - કાછોલીના ગાંધીઘરના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

સરકાર બાળકો સાથે ચેડાં કરી રહી હોવાનો વાલીઓનો આક્ષેપ

ખંભાતમાં કોરોના સંક્રમણનો ભોગ શિક્ષકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બની રહ્યા છે. હાલમાં તાલુકામાં વિવિધ શાળાઓમાં 23થી વધુ આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 4 જેટલા કોલેજમાં અધ્યાપકો સંક્રમિત થયાં છે. જેના પગલે જાગૃત સંચાલકોએ તત્કાળ કોલેજ બંધ કરી વિદ્યાર્થીઓની ચિંતા કરી છે. બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં કોરોના સંક્રમણ શિક્ષકો, બાળકોમાં ફેલાયો છે. ઉંદેલમાં 2 શિક્ષકો સહિત અનેક શાળાઓમાં કર્મચારીઓ સંક્રમિત બન્યા છે. હાલ સરકાર બાળકો સાથે ચેડાં કરી રહી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.

કોરોના સંક્રમિત
ખંભાતની 2,300થી વધારે વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજના 4 પ્રોફેસર કોરોના પોઝિટિવ

આ પણ વાંચો - ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું

એકપણની નોંધ સરકારના ચોપડે નથી

એક સંક્રમિત અધ્યાપકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આટલા બધા શિક્ષકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થયા છે, તેમ છતાં એકપણની નોંધ સરકારના ચોપડે નથી. સ્થાનિક હોસ્પિટલમાં, ખાનગી લેબમાં પરીક્ષણ થાય છે, પણ સરકારી ચોપડે સબ સલામત છે. અમે આર્થિક સક્ષમ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ, પણ સામાન્ય નાગરિક, બાળકો અને વાલીઓનું શું?

આ પણ વાંચો - વેરાવળની સરકારી સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ અને 2 પ્રોફેસર કોરોના સંક્રમિત, ઓફલાઇન શિક્ષણ બંધ

એકપણની નોંધ સરકારના ચોપડે નથી

આ અંગે યુવા અગ્રણી અલ્પેશ રાણાએ જણાવ્યું હતું કે, ખંભાતમાં આરોગ્ય સેવા ઝીરો છે. ગંભીર દર્દીઓ માટે કોઈ જ ઉત્તમ સરકારી કે ખાનગી હોસોઈટલ નથી. 50 KM દૂર નડિયાદ અને આણંદ દર્દીઓને ખસેડવા પડે છે. જેમાં દર્દીની સ્થિતિ કથળે છે.

આ પણ વાંચો - જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા કચેરી 5 દિવસ માટે બંધ કરાઈ

ખંભાતમાં મોટા પ્રમાણમાં કોરોના અને વાયરલ ઇન્ફેકશનના કેસો પ્રકાશમાં આવ્યા

આ અંગે કાઉન્સલર ઇફતેખાર યમનીએ જણાવ્યું હતું કે, ખંભાતમાં મોટા પ્રમાણમાં કોરોના અને વાયરલ ઇન્ફેકશનના કેસો પ્રકાશમાં આવ્યા છે. સરકારી તંત્ર મૌન બની પ્રજાને મરતા જોઇ રહી છે. તત્કાલિક કોરોના હોસ્પિટલ શરૂ કરવી જરૂરી છે. આ સાથે જ કોરોનાના આંકડાઓથી પણ પ્રજાને વાકેફ કરવા જોઈએ.

આ પણ વાંચો - NCLT કર્મચારી કોરોના પોઝિટિવ આવતા 2 દિવસ કામકાજ સસ્પેન્ડ કરાયું

હાઈસ્કૂલના એક પણ શિક્ષક કે કોલેજના એકપણ પ્રોફેસરને વેક્સિન આપવામાં આવી નથી

હાલમાં હાઈસ્કૂલના એક પણ શિક્ષક કે કોલેજના એકપણ પ્રોફેસરને વેક્સિન આપવામાં આવી નથી. માત્ર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને વેક્સિન આપીને તંત્ર દ્વારા સંતોષ વ્યકત માનવામાં આવ્યો છે.

આ પણ વાંચો - વડોદરાઃ આનંદ વિદ્યા વિહાર શાળાના 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.