આણંદ કૃષિયુનિવર્સિટી (Anand Agricultural University) ખાતે તારીખ 20 ડીસેમ્બર થી 22 ડીસેમ્બર 2022 દરમિયાન ઇન્ડિયન સોસાયટી ઓફ વીડ સાયન્સ ડાયરેકટોરેટ ઓફ વીડ રીસર્ચ,જબલપુર ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યુદિલ્હી અને આણંદ કૃષિ યુનિવર્સિટી,(Weed Conference at Anand Agricultural University) આણંદના સંયુક્ત ઉપક્રમે ત્રીજી ઇન્ટરનેશનલ વીડ કોન્ફરન્સનું(3rd International Weed Conference) આયોજન કરવામાં આવ્યું.
દેશ વિદેશના વિદ્યાર્થીઓ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં યોજાનાર આ કોન્ફરન્સમાં(Weed Conference at Anand Agricultural University) દેશ-વિદેશના આશરે 400થી 500 વૈજ્ઞાનિકો,પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. આ કોન્ફરન્સની મુખ્ય થીમ વીડ (નીંદણ) પ્રોબ્લેમ અને મેનેજમેન્ટ ચેલેન્જીસ ઉપર છે. આ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓતથા નીંદણનાશકના ઉત્પાદકો અને વિક્રેતાઓ, નીંદણ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ ઉપર વિચાર વિમર્શ અને મંતવ્યો રજૂ કરશે. જેના થકી કૃષિ ઉત્પાદનમાં એક મોટી સમસ્યારૂપ પરિબળ નીંદણના વ્યવસ્થાપન માટે ભવિષ્યના આયોજનમાં મદદ મળશે. નીંદણ વ્યવસ્થાપનની (Problem of weed management) સમસ્યાના પડકાર અને ભવિષ્યમાં તેની સામે કેવી રીતે વ્યૂહરચના અપનાવવી તેને ધ્યાનમાં રાખી આ કોન્ફરન્સમાં(3rd International Weed Conference) જુદી જુદી 12 તાંત્રિક બેઠકો યોજાનાર છે.
વીડ સાયન્સ એજ્યુકેશન આ બેઠકોના વિષયો વીડ બાયોલોજી અને ઇકોલોજી, ઇન્ટીગ્રેટેડ વીડ મેનેજમેન્ટ ઇન મેજર ક્રોપ્સ, ઇન્ટીગ્રેટેડ વીડ મેનેજમેન્ટ ઇન નોન ક્રોપએરીયા, હર્બિસાઈડ રેઝીસ્ટન્સ, વીડ અન્ડર ગ્લોબલ કલાઈમેટ ચેઈન્જ, ન્યૂ વેઝ ટુ ડીલ વીથ વીડ્સ, વીડ યુટીલાઈઝેશન, વીડ બાયો ડાયવર્સિટીઝ, હર્બીસાઈડ એન્ડ એન્વાયરમેન્ટ અને વીડ સાયન્સ એજ્યુકેશન વગેરે રહેશે.
ઉદ્દઘાટન સમારોહ આ કોન્ફરન્સનો ઉદ્દઘાટન સમારોહ તારીખ 20 ડીસેમ્બર 2022 ને સવારે 9:30 કલાકે કૃષિ મહાવિદ્યાલયના ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કે. બી. કથિરિયા તથા ડૉ. એસ. કે. ચૌધરી, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (એનઆરએમ) આઇસીએઆર, ન્યૂ દિલ્હી મુખ્ય મહેમાન તરીકે તેમજ ડૉ. સમુન્દર સિંગ, પ્રેસિડેન્ટ, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ વીડ સાયન્સ, યુએસએ અને પ્રો. યોશીહરુ ફુઝી, ટોકયો યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર અને ટેકનોલોજી,જાપાન અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર છે.
સીધી દેખરેખ આ સમગ્ર કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ (Chancellor of Anand Agricultural University) ડૉ. કે.બી.કથિરિયાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યો છે. જેમાં ઇન્ડિયન સોસાયટી ઓફ વીડ સાયન્સના પ્રમુખ, આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક, આચાર્ય બીએસીએ તથા આ કોન્ફરન્સના આયોજન માટેની વિવિધ કમીટીના અધિકારી, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો તથા સ્ટાફ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.