ETV Bharat / state

આણંદમાં પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો - આણંદ પોલીસ

આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલા સરકારી ગોડાઉનની પાછળ રહેતા પ્રજાપતિ પરિવારના 3 સદસ્યો(Man kills two daughters) એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સામૂહિક આત્મહત્યાની ઘટના અંગે આણંદ પોલીસ(Anand town police)ને જાણ થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો

author img

By

Published : Jun 15, 2021, 3:33 PM IST

Updated : Jun 15, 2021, 4:41 PM IST

  • અગમ્ય કારણોસર ચિરંજીવી પ્રજાપતિએ ભર્યું અંતિમ પગલું
  • મૃતકની પત્નીનું થોડા સમય અગાવ થયું હતું અવસાન
  • 6 માસના પુત્રએ માતા-પિતા અને બહેનોનો આશરો ગુમાવ્યો

આણંદ: શહેરના એકતા નગર વિસ્તારમાં સરકારી ગોડાઉન પાછળ વસાહતમાં રહેતા પ્રજાપતિ પરિવારના 3 સદસ્યોના આત્મહત્યાના(Man kills two daughters) સમાચારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. ચિરંજીવી પ્રજાપતિએ 6.5 વર્ષની માનસી અને 3 વર્ષની પ્રિયંશી એમ પોતાના 2 સંતાનો સાથે વસાહતમાં રહેતો હતો. મંગળવારે તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી આસપાસના રહીશોએ કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતા તપાસ કરી હતી. જેમાં, આખા પરિવારે આત્મહત્યા કરી લીધી હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે, આણંદ ટાઉન પોલીસ (Anand town police)ને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં 2 નાની બાળકીઓ અને એક યુવાનનો ગળે ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જેને ઉતારી પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મળતી માહિતી મુજબ, પોલીસે ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ પણ કબજે કરી હતી. જે અંગે હાલ પોલીસે તાપસની શરૂઆત કરી છે.

પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો

આ પણ વાંચો: ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર

મૃતકની પત્નીનું થોડા સમય અગાવ થયું હતું અવસાન

આણંદની એકતાનગર વસાહતમાં આત્મહત્યા કઈ લેનાર ચિરંજીવી પ્રજાપતિની પત્ની લલિતા પ્રજાપતિ ઉર્ફે લતાબેનનું થોડા સમય પહેલા કુદરતી રીતે અવસાન થયું હતું. જે બાદ, આ પ્રજાપતી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પત્નીના અવસાન બાદ ચિરંજીવી આણંદ તેની સાસરી પાસે મકાન રાખીને 2 દીકરીઓ સાથે રહેતો હતો. જ્યાં, મંગળવારે તેણે ભરેલા અંતિમ પગલાં બાદ આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

6 માસના પુત્રએ પોતાનો પરિવાર ગુમાવ્યો

ચિરંજીવી પ્રજાપતિને ઘરે 6 માસ આગવ પુત્રનો જન્મ થયો હતો. 2 દીકરીઓ પર પુત્રનો જન્મ થતા પરિવારમાં ખુશીઓનો માહોલ સર્જાયો હતો. જે વધુ સમય રહ્યો ન રહ્યો. પત્ની લતાબેનનું પુત્ર જન્મ બાદ અચાનક થયેલા કુદરતી અવસાન બાદ નવજાત બાળકે માતાનો આશરો ગુમાવ્યો હતો. જે બાદ, આજે પોતાના પિતા દ્વારા 2 બહેનો સાથે કરેલી સામુહિક આત્મહત્યામાં આ માસુમે પિતા અને 2 મોટી બહેનોનો આશરો પણ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

આત્મહત્યાનું કારણ અકબંધ

હસતા રમતા પરિવારે અચાનક અંતિમ પગલું ભરી લેતા આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ચિરંજીવીએ ક્યાં કારણોથી અંતિમ પગલું ભર્યું હશે તે બાબતે અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને ઘટના સ્થળેથી ચિરંજીવીની અંતિમચીઠ્ઠી પણ મળી આવી છે. જે અંગે, હાલ પોલીસે આપેલી માહિતી અનુસાર પત્ની લતાના અવસાન બાદ ચિરંજીવી આઘાતમાંથી બહાર આવી શક્યો ન હતો અને તેના વિરહમાં 2 બાળકો સાથે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

Last Updated : Jun 15, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.