આણંદ જિલ્લામાં 2,53,910 બાળકોને પોલિયો નાબૂદી માટે કાળજી લેવાઈ રહી છે. જેમાં રસીકરણનો આણંદ જિલ્લાના 1123 આરોગ્ય સેન્ટરો પર પોલિયો બુથ ઉપર રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભારત સરકારના કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પરષોત્તમ રૂપાલાએ આણંદ ખાતે ગ્રીડ પાસેની આઇ.ટી.આઇ કોલેજના પોલિયો બૂથ ઉપર બાળકોને પોલિયો નાબૂદી માટે રસીકરણ ટીપા પીવડાવ્યા હતા. તેમજ સાંસદ સભ્ય મિતેષભાઈ પટેલ પણ આ પ્રસંગે જોડાયા હતા. તેઓએ બાળકોને પોલિયો નાબૂદી માટે ટીપા પીવડાવી જિલ્લામાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર અને ડૉ. એમ.ટી. છારી તેમજ જિલ્લાનો લગભગ 4942 જેટલો આરોગ્ય કર્મીઓનો સ્ટાફ 1123 જેટલા પોલિયો બુથ ઉપર રસીકરણના કામે લાગ્યો હતો.