- ખંભાત કોંગ્રેસને મોટો ઝટકો
- કોંગ્રેસ પ્રમુખ સહિત 200 કાર્યકરો ભાજપમાં જોડાયા
- ખંભાત ભાજપામાં આનંદની લાગણી ફેલાઈ Khambaht congress
આણંદ: ભાજપનો ગઢ ગણાતા ખંભાતમાં છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય પદેથી તેમજ નગરપાલિકા પ્રમુખ પદે ભાજપાએ સુકાન સંભાળ્યું છે. ત્યારે બુધવારે ખંભાતમાંં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત તેમના 200 જેટલા ટેકેદારો એકાએક ભાજપામાં જોડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. જ્યારે ભાજપાના ધારાસભ્ય સહિત અન્ય કાર્યકરોએ ખંભાતના શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ 200 કાર્યકરોને ભગવો પહેરાવી પુષ્પગુચ્છથી સ્વાગત કરી ભાજપામાં વિધિવત રીતે સામેલ કર્યા હતા .જેને લઇ ભાજપામાં આનંદની લાગણી ફેલાઈ હતી.Bjp
ખંભાતના ધારાસભ્યએ શહેર પ્રમુખ સહિત 200 કાર્યકર્તાઓને ભગવો પહેરાવી ભાજપામાં સામેલ કર્યા
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ખંભાત કોંગ્રેસમાં એકાએક સ્થિતી બદલાઈ છે, છેલ્લા એક સપ્તાહથી કોંગ્રેસમાં કંઈક અજુગતું બનવાના સંકેત તો જોવા મળી રહ્યા હતા. બુધવારે એકાએક શહેર કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સહિત 200 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ તમામ કાર્યકર્તાઓનું ધારાસભ્ય મયુર રાવલ, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, નગર પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયાય, પૂર્વ પાલિકા પ્રમુખ રોહિત ખારવા, પૂર્વ પાલિકા પ્રમુખ પીનકીન બ્રહ્મભટ્ટ, એ.પી.એમ.સી. ડિરેક્ટર રણછોડ ભરવાડની ઉપસ્થિતિમાં દિગ્વિજયસિંહ ગોહિલ સહિત 200 કાર્યકરોને ભગવો પહેરાવી પુષ્પગુચ્છ આપી વિધિવત્ રીતે ભાજપમાં સામેલ કર્યા હતા.

વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની કાર્ય શૈલીથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાયા
આ અંગે ધારાસભ્ય મયુર રાવલે જણાવ્યું હતું કે,ભાજપા શિસ્તબદ્ધ રીતે ચાલતી પાર્ટી છે.જેમાં કોઈપણ શિસ્તબદ્ધ કાર્યકરને પ્રવેશ આપવામાં આવે છે. આજે કોંગ્રેસના પ્રમુખ સહિત 200 કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડયું છે. આ અંગે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ નગરપાલિકા ચાલુ કાઉન્સિલર દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવા ઇચ્છતો હતો. કોંગ્રેસ છોડવા પાછળ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં હાલ બહુ જ મોટી અવ્યવસ્થા છે, અને અસંતોષ પણ છે, હાલમાં ખંભાતમાં કોંગ્રેસ દ્વારા કોઈ જ પ્રજાલક્ષી કાર્યો થતા નથી. હું આપણા દેશના વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની કાર્ય શૈલીથી પ્રભાવિત થઇને વિધિવત રીતે ભાજપમાં જોડાયો છું.