આણંદઃ મુળ વેસ્ટ બંગાલના પરંતુ હાલમાં પુના ખાતે રહેતા અને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા અભિજીતભાઈ અજીતભાઈ મંડલ ગઈકાલે સાંજના સુમારે ઈકો સ્પોર્ટ કાર પત્ની નીશાબેન, માતા પુર્વીબેન, પિતા અજીતભાઈ સતીષચન્દ્ર અને પુત્ર વીરની સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા.
સવારના સુમારે કાર ધર્મજ-તારાપુર સ્ટેટ હાઈવે પર (Anand high way accident) આવેલા રામોદડી ગામના ઓવરબ્રીજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક ડ્રાયવરે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં કારનું એન્જીન છુટી પડીને રોડ ઉપર પડી જવા પામ્યું હતુ.
આ પણ વાંચોઃ SDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો
કારના પણ ફુરચેફુરચા ઉડી જવા પામ્યા (Anand Accident two death) હતા. કારમાં સવાર પાંચેયને માથામાં, ચહેરા ઉપર તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તેમજ જતા આવતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. તુરંત જ પેટલાદ રૂરલ પોલીસ તેમજ 108ની એમ્બ્યુલન્સ વાન આવી પહોંચી હતી અને કારમાં ગંભીર રીતે ઘવાયેલાઓને બહાર કાઢીને તુરંત જ તારાપુરની સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન અજીતકુમાર મંડલને છાતીમાં તેમજ પેટમાં ગંભીર ઈજાઓ થવા પામી હોય મોત થયું હતુ.
આ પણ વાંચોઃ આકાસા એરના સ્થાપક રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન
ચારેયની હાલત પણ ગંભીર હોય તુરંત જ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પુર્વીબેન મંડલનું અવસાન થયું હતુ. જ્યારે અભિજીત, વીર અને અજીતકુમારને આઈસીયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ અભિજીત અને નિશાબેનના સંબંધીઓ તુરંત જ પેટલાદ દોડી આવ્યા હતા. ઘટના સંદર્ભે પેટલાદ રૂરલ પોલીસે કારના ચાલક અભિજીત વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.