અમરેલી : રાજ્યમાં મહા શિવરાત્રીના તહેવારને લઈને અનેક જગ્યાએ પરપરાગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભાવભેર દેવોના દેવ મહાદેવની તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ પ્રકારનાં કાર્યક્રમો યોજાયા હતા. શિવના અવસરને લઈને ઠેર ઠેર મહાદેવના મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી ગયા હતા, ત્યારે આ ભાવપૂર્વક ઉજવણી નિમિતે અમરેલીના ઇશ્વરિયા ગામે પણ ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુું. જેમાં પરસોતમ રૂપાલા લોકગીત અને ઢોલના તાલે ગરબા પર ઝુમતા નજરે ચડ્યા હતા.
પરસોત્તમ રૂપાલાએ કર્યું આયોજન : અમરેલી નજીક આવેલા ઇશ્વરિયા ગામમાં ઇશ્વરીયા મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના પર્વને લઈને શિવભક્તો ઉમટી પાડયા હતા. કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા આ ગામના વતની છે, ત્યારે રાત્રીના ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર શિવરાત્રિના તહેવારે રૂપાલા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઇશ્વરીયા મહાદેવ પર પરસોતમ રૂપાલાને અખૂટ શ્રદ્ધાના કારણે દર શિવરાત્રિના દિવસે અચુક હાજર રહે છે.
આ પણ વાંચો : Mahashivratri 2023 : શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલે લગાવ્યા ઠુમકા
રૂપાલા પર ચલણી નોટોનો વરસાદ : મહાશિવરાત્રીના રોજ આયોજન કરાયેલા ડાયરામાં કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ હાજર રહ્યા હતા. તેમજ આગેવાનો સાથે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જેમાં લોકોએ સારા ઉત્સાહ પૂર્વક તહેવારની મોજ માણી હતી. આ કાર્યક્રમમાં રૂપાલા અને સંઘાણી ફરીદા મીરના લોકગીત અને ઢોલના તાલે ગરબા પર જુમતા નજરે ચડ્યા હતા. આ લોક ડાયરામાં બને નેતાઓ પર ચલણી નોટોનો થયો વરસાદ થતાં વીડિયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો : મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
આ પહેલા પણ નોટો વરસાદ : જોકે, આ પહેલા મહેસાણા પાસેના કડી નજીક નામે લગ્ન પ્રસંગે રૂપિયાની નોટનો વરસાદ થયો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો હતો. જેમાં લોકો આ પૈસા લૂંટવા માટે દોડધામ કરતા જોવા મળી રહ્યા હતા. જોકે, ઘણી વખત નેતાઓ આ પ્રકારના હળવા મૂડમાં જોવા મળે છે. મહાશિવરાત્રી નિમિત્તે કેન્દ્રીય પ્રધાને થોડા સમય માટે શિવભક્તિની મોજ માણી હતી. એટલું જ નહીં રાસ ગરબા પણ કર્યા હતા.