ETV Bharat / state

આગામી 15 દિવસ સુધી જાફરાબાદ તાલુકાના શિયાળ બેટમાં વીજળી પૂર્વવત થવાની શક્યતાઓ નહીંવત - amreli news

તૌકતે વાવાઝોડાએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયળબેટ ગામને ફરી એક વખત અંધકારમાં ધકેલી દીધું છે. તૌકતે વાવાઝોડાને કારણે શિયાળ બેટમાં વીજળીનો પુરવઠો એક મહિના કરતાં પણ વધુ સમયથી ઠપ્પ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે. જે કારણે શિયાળ બેટ ટાપુ પર રહેતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયેલા જોવા મળી રહ્યા છે. વર્ષ 2016માં શિયાળ બેટ ટાપુ પર દરિયાઈ માર્ગે મરિન કેબલ દ્વારા ગામમાં વીજ પુરવઠો આપવામાં આવતો હતો, ત્યારે ફરી એક વખત વાવાઝોડાને કારણે શિયાળ બેટ ટાપુ પરનો વીજ પુરવઠો ઠપ્પ થઇ જતા ગામલોકો અંધકારમાં રહેવા મજબુર બન્યા છે.

શિયાળબેટ
શિયાળબેટ
author img

By

Published : Jun 26, 2021, 11:08 PM IST

Updated : Jun 28, 2021, 1:08 PM IST

  • અમરેલી જિલ્લાના શિયાળ બેટ ટાપુ ફરી એક વખત સપડાયો અંધકારના યુગમાં
  • તૌકતે વાવાઝોડાને કારણે વીજ પુરવઠાને થયું છે ખૂબ જ નુકસાન
  • આગામી ૧૫ દિવસ સુધી વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા PGVCLના અધિકારીઓ
  • આઝાદીના ૬૫ વર્ષ બાદ શિયાળ બેટમાં વીજ પુરવઠો સ્થપાયો થયો હતો
  • તૌકતે વાવાઝોડાએ ફરી એક વખત શિયળ બેટ ટાપુને અંધકાર યુગમાં ધકેલ્યો

અમરેલી : તૌકતે વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ ગામ ફરી એક વખત આઝાદી પૂર્વેના અંધકાર યુગમાં ધકેલાઇ ગયું છે. દરિયાકાંઠાના વિસ્તારો સહિત 10 જિલ્લામાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે શિયાળ બેટ ટાપુ પર વીજળીનો પુરવઠો ઠપ્પ થઈ જતા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ગામ ફરી એક વખત અંધકાર યુગમાં સપડાયુ છે. વીજ પુરવઠો પૂર્વવત થવાને લઈને PGVCLના અધિક્ષક ઈજનેર નિનામાએ etv BHARAT સાથે કરેલી વાતચીત દરમિયાન શિયાળ બેટ ગામમાં વીજળી પુરવઠો પૂર્વવત કરવા લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આગામી ૧૫ દિવસ સુધી વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી એક પણ શક્યતાઓ જોવાઈ રહી નથી.

શિયાળબેટ
શિયાળબેટ

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાનો તાંડવ: રાજુલા શહેરમાં વિજળી ડૂલ, શિયાળ બેટની 3 બોટ તણાઈ

ગામના સરપંચ પણ વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે કરી રહ્યા છે સતત પ્રયાસો

સમગ્ર મામલાને લઈને Etv BHARATએ શિયાળ બેટ ટાપુ ગામના સરપંચ હમીરભાઇ શિયાળ સાથે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેમને પણ જિલ્લા વહીવટીતંત્રને પીજીવીસીએલના અધિકારીઓ સાથે વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વીજ પુરવઠો પૂર્વવત કરવાને લઈને ખૂબ જ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. શિયળ બેટ ટાપુ દરિયાની વચ્ચે આવેલું હોવાને કારણે પણ અહીં વીજ પુરવઠાને સપ્લાયની લાઈન તેમજ વીજ થાંભલા ઉભા કરવામાં પણ સમય લાગી શકે છે. સરપંચ પણ આગામી એકાદ મહિના સુધીમાં ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી શક્યતાઓ આજે વ્યક્ત કરી રહ્યા છે. સરપંચે etv ભારતને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાના 65 વર્ષ બાદ ગામમાં વીજ પુરવઠો જોવા મળ્યો હતો, ત્યારે હવે ગત એક મહિનાથી વાવાઝોડાને કારણે વીજ પુરવઠો બાધિત થયો છે. આવી પરિસ્થિતિમાં ગામલોકો પણ હવે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે, પરંતુ શિયાળ બેટ ટાપુઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવો ખૂબ જ મુશ્કેલીનું કામ છે, પરંતુ વીજ કંપનીના કર્મચારી અધિકારી અને કોન્ટ્રાક્ટર્સ મુશ્કેલીભર્યા કામોમાં પણ સતત આગળ વધી રહ્યા છે અને આગામી દિવસોમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તેવી શક્યતાઓ પણ છે.

શિયાળબેટ
શિયાળબેટ

આઝાદીના ૬૫ વર્ષ બાદ વર્ષ 2016માં શિયાળ બેટ ટાપુમાં વીજ પુરવઠો પ્રથમ વખત સ્થાપિત થયો હતો

ભારત આઝાદ થયું તે બાદના 65 વર્ષ સુધી શિયાળ બેટ ગામના લોકો વીજળી વગર અંધકારમાં જોવા મળતા હતા. ગામલોકો વીજળી મેળવવા માટે સોલાર અને સૂર્ય આધારિત ઉર્જા પર નિર્ભર બન્યા હતા, પરંતુ વર્ષ ૨૦૦૮માં શિયળ બેટ ગામને વીજળીકરણ યુક્ત કરવાને લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જે આઠ વર્ષ બાદ વર્ષ 2016માં પૂર્ણ થયો હતો. તત્કાલિન મુખ્યપ્રધાન આનંદી પટેલે શિયાળ બેટ ગામની વીજળીકરણ યોજનાને સમર્પિત કરીને 65 વર્ષ સુધી ગામમાં ફેલાયેલા અંધકારને ઉલેચ્યો હતો. જે બાદ વર્ષ 2021માં આવેલા તૌકતે વાવાઝોડાએ શિયાળ બેટ ગામને ફરી એક વખત 65 વર્ષ પૂર્વેના અંધકારમાં ધકેલી દીધો છે.

શિયાળબેટ
શિયાળબેટ

આ પણ વાંચો: બેટ દ્વારકાના વિકાસ માટે આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરાશે : CM વિજય રૂપાણી

શિયાળ બેટ ગામને ખૂબ જ આધુનિક અને મુશ્કેલીભર્યા વીજ પુરવઠાથી ગામમાં વીજળી પહોચાડવામાં આવી હતી

શિયળ બેટ ટાપુ ચારે તરફ દરિયાઈ વિસ્તારથી ઘેરાયેલો ટાપુ છે. અહીં તમામ વસ્તી માછીમારોની છે. શિયાળ બેટ ગામનો એક માત્ર વ્યવસાય માછીમારી છે. ગામમાં વીજ પુરવઠો પહોંચતો કરવો ખૂબ જ મુશ્કેલીનું કામ હતું. ત્યારે વર્ષ ૨૦૦૮માં રાજ્ય સરકારે મરીન કેબલ દ્વારા મુશ્કેલ કહી શકાય એવી પરિસ્થિતિની વચ્ચે ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટેના અંતિમ પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં વિદેશના નિષ્ણાંતો અને એન્જિનિયર્સની પણ મદદ લઈને દરિયાઈ માર્ગે વીજ પુરવઠાનું વહન કરી શકે તેવા marine cable લગાવવામાં આવ્યા હતા. વર્ષો સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ અંતે ૧૦ જૂન, ૨૦૧૬ના રોજ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી અને 12 જૂન, ૨૦૧૬ના દિવસે રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે શિયાળ બેટ ગામમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. ૬૫ વર્ષ બાદ વીજળી આવતા ગામમાં દિવાળીનો માહોલ જોવા મળતો હતો, ત્યારે વર્ષ ૨૦૨૧માં આવેલા વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ફરી એક વખત બાધિત થયો છે. જેને કારણે ગામલોકો ફરી એક વખત 65 વર્ષ પહેલાના અંધકાર યુગમાં જોવા મળી રહ્યા છે.

Last Updated : Jun 28, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.