અમરેલીઃ અમરેલી જિલ્લામાં આવતી કાલથી એસ.ટી. બસ સેવા શરૂ થશે. ફક્ત અગાઉ બુકિંગ કરેલા પ્રવાસીઓ જ મુસાફરી કરી શકશે.
લોકાડઉન 4 દરમિયાન શહેરીજનો માટે અમરેલી જિલ્લામાં આવતી કાલથી એસ.ટી.બસ શરૂ કરવામાં આવશે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર 48 બસોનું ટ્રીપ શેડ્યુલ કરાયું છે, તો જિલ્લા બહાર માત્ર બોટાદ અને વેરાવળની ટ્રીપજ શેડ્યુલ કરાઇ છે.
નોધનીય છે કે, અગાઉથી ઓનલાઈન ટિકિટ બુકીંગ કરેલા લોકો જ મુસાફરી કરી શકશે. મુસાફરી કરવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત રહેશે. બસની કુલ કેપીસીટીના 50 ટકા મુસાફરો જ બસમાં બેસી શકશે.