આ બસમાં 20 જેટલા વિદ્યાર્થીઓ અને 10 અન્ય મુસાફરો સવાર હતા. ત્યારે દરૂ પીધેલા ડ્રાઇવરની બેદરકારીને કારણે 30 મુસાફરોના જોખમમાં મુકાયા હતા. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે રાજુલા એસ.ટી ડેપો મેનેજર પહોંચ્યા હતા અને ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં હોવાનું નિવેદન આપ્યું હતું.
બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાથી પોલીસે હાલ તેની ધરપકડ કરી ખાતાકિય કાર્યવાહી કરી રહી હોવાની ખાત્રી ડેપો મેનેજરે આપી હતી. સાથે જ ધારાસભ્ય અંબરીશ ડેર પણ એસ.ટી. બસનો અકસ્માત થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમરીશ ડેરે 'સલામત સવારી એસટી અમારી' ના સરકારીના સૂત્રને આડે હાથ લઈને મુસાફરોના જીવ બચ્યાનો હાશકારો અનુભવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, જાણી જોઈને દારૂ પીધેલા ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.