ETV Bharat / state

Sanjeevni Helicopter Project : વિદ્યાર્થીઓનો સંજીવની હેલિકોપ્ટર પ્રોજેક્ટ રાષ્ટ્રીય લેવલે ચમક્યો, સીડીએસ રાવતની દુર્ઘટના બની પ્રેરણા - National Children Science Fair

192 વર્ષ જૂની દામનગર પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ રાષ્ટ્રીયસ્તરે ચમક્યો છે. સીડીએસ જનરલ બિપિન રાવતની હેલિકોપ્ટર દુર્ઘટના બાદ આવી ઘટનામાં કઇ રીતે જીવ બચાવી શકાય તેનો વિચાર આવ્યાં બાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોની મદદ લઇ "સંજીવની હેલિકોપ્ટર" નામનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો.

Sanjeevni Helicopter Project : વિદ્યાર્થીઓનો સંજીવની હેલિકોપ્ટર પ્રોજેક્ટ રાષ્ટ્રીય લેવલે ચમક્યો, સીડીએસ રાવતની દુર્ઘટના બની પ્રેરણા
Sanjeevni Helicopter Project : વિદ્યાર્થીઓનો સંજીવની હેલિકોપ્ટર પ્રોજેક્ટ રાષ્ટ્રીય લેવલે ચમક્યો, સીડીએસ રાવતની દુર્ઘટના બની પ્રેરણા
author img

By

Published : Feb 20, 2023, 7:33 PM IST

દામનગરની 197 વર્ષ જૂની પ્રાથમિક શાળાનું નામ રોશન કરતાં વિદ્યાર્થીઓ

અમરેલી : અમરેલી જિલ્લાના દામનગર પ્રાથમિક શાળા 192 વર્ષ જૂની અને એ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓનો પ્રોજેકટ રાષ્ટ્રીય સ્તરે ચમક્યો છે. દામનગરની ગ્રીન પે પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ "સંજીવની હેલિકોપ્ટર" નામનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. શાળાના બે વિદ્યાર્થીઓ અને શિક્ષકને સીડીએસ જનરલ બિપિન રાવત સાથે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ વિચાર આવ્યો અને હેલિકોપટરમાં લોકોના જીવ બચાવી શકાય એ રીતેનો સંજીવની હેલિકોપટર પ્રોજેકટ તૈયાર કર્યો હતો. જે વિદ્યાર્થીઓની મહેનત રાષ્ટ્રીયસ્તરે ચમકી છે.

રાષ્ટ્રીય સ્તરે ચળકેલો પ્રોજેક્ટ
રાષ્ટ્રીય સ્તરે ચળકેલો પ્રોજેક્ટ

એનસીઈઆરટીમાં રજૂ થયો પ્રોજેક્ટ : સંજીવની હેલિકોપ્ટર રાષ્ટ્રીય લેવલે શ્રેષ્ઠ કૃતિઓમાં કુલ 139 કૃતિઓમાંથી રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રેષ્ઠ કૃતિમાં ખિતાબ મેળવ્યો હતો. આ માટે જે ન્યુ દિલ્હી એનસીઈઆરટીની અંદર ભાગ લેવામાં આવ્યો હતો. આસામના ગૌહાટીમાં 22 થી 27 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં RBVPમાં નેશનલ લેવલના વિજ્ઞાન મેળામાં 139 કૃતિ પ્રદર્શિત થઇ હતી. તેમાંથી 10 કૃતિને રાષ્ટ્રીય કિશોર વૈજ્ઞાનિક સંમેલન રાષ્ટ્રીય કિશોર વૈજ્ઞાનિક સંમેલન RKVSમાં મોકલવામાં આવી હતી. જે મહારાષ્ટ્રના નાગપુરમાં તા. 4થી 6જાન્યુઆરી દરમિયાન યોજાયું હતું.

વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક દ્વારા આ પ્રોજેકટ તૈયાર કરાયો : ગત વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાની કૃતિ સંજીવની હેલીકોપ્ટર નેશનલ લેવલે પહોંચી છે. આ પ્રોજેક્ટનો વિચાર આવતા કઈ રીતે વિચારને સાકાર કરી શકાય અને કેવી રીતે પ્લેન કે હેલિકોપટરમાં લોકોના જીવ બચી શકે એ વિશે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક દ્વારા આ પ્રોજેકટ તૈયાર કરાયો છે. પ્રથમ તો ફોરવિલ કારમાં જે રીતે એઇરબેગ કામ આપે છે એજ રીતે હેલિકોપ્ટરમાં પણ એક સિસ્ટમ મુકાવી જોઈએ જેવા ફીચર દર્શાવ્યાં છે. હેલિકોપ્ટર કે પ્લેનમાં પાયલોટ સહિત લોકોની સીટમાં એક gps સહિતની સિસ્ટમ મુકવી જોઈએ. જે અકસ્માત સમયે પાયલોટ કે લોકોને રક્ષણ આપી શકે.

સંજીવની હેલિકોપ્ટર મોડેલ
સંજીવની હેલિકોપ્ટર મોડેલ

શાળાનું નામ રોશન કર્યું : વિદ્યાર્થી અને શિક્ષકને આવેલ વિચારને સંજીવની હેલિકોપ્ટર પ્રોજેકટ તૈયાર કરીને રાષ્ટ્રીયલેવલે ચમકાવ્યો છે. હેલિકોપ્ટર અકસ્માતમાં કઈ રીતે લોકોના કે આર્મી જવાનોના જીવ બચાવી શકાય એ પ્રોજેકટ તૈયાર કરીને અમરેલી જિલ્લાનું આ ગ્રીન પે પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દેશ પ્રત્યેનો પ્રેમ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો Nirbhaya Safe City Project: 500થી વધારે CCTV કેમેરા તૈયાર, સેફ સિટીનો પ્રોજેક્ટ શરૂ

શાળાની સુંદરતા અને વિશેષતાઓ : અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી એક પછી એક વિદ્યાર્થીઓ દેશ લેવલે કંઈકને સિદ્ધિઓ મેળવી રહ્યા છે. ત્યારે ફરી અમરેલી જિલ્લાના દામનગરની ગ્રીન પે પ્રા.શાળાનું એક પીછું નેશનલ લેવલે ઉમેરાયું છે. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દામનગરની ગ્રીન પે પ્રા.શાળાના દ્રશ્યો છે. આ પ્રા.શાળા કોઈ પ્રાઇવેટ નથી. આ શાળા સરકારી છે અને આ પ્રા.શાળામાં 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 12 જેટલા શિક્ષકો અભ્યાસ કરાવે છે.

આ પણ વાંચો EXCLUSIVE Chopper Crash Video: CDS બિપિન રાઉતના હેલિકોપ્ટર ક્રેશ સમય પહેલાની ઘટના કેમેરામાં થઈ કેદ

સરકારી શાળાની પ્રતિષ્ઠા જામેલી છે : આ પ્રા.શાળાએ અવારનવાર સિદ્ધિઓ મેળવી છે. શાળાની વિશેષતા જોઈએ તો શાળાની સ્થાપના 1830 થઈ છે.2017માં ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ થયો. 2018 માં સ્વચ્છ શાળાનો નેશનલ એવોર્ડ મેળવ્યો. વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થઇ રહી છે. શાળા સ્થાપના દિન ઉજવણી થાય છે. NMMS અને PSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના લીધે સતત ૬ વર્ષથી NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન ધરાવતા વિદ્યાર્થી તેમજ સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) અંતર્ગત બાળકોને ટ્રેનીંગ.AIF દ્વારા દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7ના તમામ વિદ્યાર્થીઓને આ વર્ષે ટેબલેટ જ્ઞાનકુંજ અંતર્ગત સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ તદુપરાંત અદ્યતન પુસ્તકાલય, અદ્યતન પ્રયોગશાળા, Mid Day Meal જેવી સગવડો ઊભી કરવામાં આવી છે.મહત્વની વાત તો એ છે શાળામાં વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.