અમરેલીઃ અમરેલીમાં એસીબી(ACB)એ સફળ ટ્રેપને અંજામ આપ્યો હતો. રાજુલામાં કાર્યરત પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. પોલીસ હેડ કોન્સટેબલ ધનસુખ ઠાકરશીની લાંચ લેતા એસીબીએ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખ ઠાકરશી રૂપિયા 2500ની લાંચ લેતા ઝડપાયો હતો.
આ ઘટનાક્રમને વિસ્તારથી જોઈએ તો 3 મહિના અગાઉ એક ગુનામાં આરોપીને માર નહીં મારવા માટે લાંચ માંગી હતી. ફરિયાદીના ભત્રીજાને કોઈ બીજા ગુનામાં પકડવાની ધમકી આપી હતી. તેને ગામમાં ફેરવી અને માર મારવાની ધમકી આપી અને પૈસાની માંગણી કરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખ ઠાકરશીએ 2500 રૂપિયાની માંગણી કરી હતી. આ ઘટનાક્રમ બાદ અમરેલી એસીબીએ એક ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનસુખ ઠાકરશી ઝડપાયો હતો. અમરેલી એસીબીએ હેડ કોન્સટેબલ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.