અમરેલીમાં આવેલા જુના માર્કેટયાર્ડમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા. આ સંમેલનમાં વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, અમરિષભાઈ ડેર, જેવી કાકડીયા, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
આ સંમેલનમાં સૌ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે આ સંમેલનમાં પરેશ ધાનાણીએ સરકાર પર આંકરા પ્રહારો પણ કર્યા હતા.