અમરેલી : જાફરાબાદના બાબરકોટ નજીક એક સિંહણ દ્વારા 6 વ્યક્તિઓ (Lioness Attack in Amreli) પર હુમલો કર્યાની શાહી સુકાઈ નથી, ત્યારે અમરેલી પંથકમાં સિંહણનો ખુલ્લો આતંક સામે આવ્યો છે. અમરેલીના નાની ધારીના પાદરમાં સમી સાંજે ખેત મજૂરી કરીને પરત ફરતા પરપ્રાંતીય મજૂરને એક સિંહણ મોં પકડીને લઈ જતા ફફડાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગની ભારે જહેમત બાદ યુવકના (Lioness attack in nani dhari) માત્ર હાથ-પગ જ હાથ લાગ્યા હતા.
આ પણ વાંચો : Lioness Attack in Jaffrabad : સિંહણે ત્રણ લોકોને કર્યા લોહીલુહાણ
શું હતો મામલો - સમી સાંજે ખેત મજૂરીનું કામ પતાવીને ઘર તરફ આવતા પરપ્રાંતીય મજૂરના 18 વર્ષના ભાયદેશ પયાર નામના યુવકને એક સિંહણ અચાનક આવીને હુમલો કરીને મોં વડે પકડીને ભાગી ગઈ હતી. પરિજનો સામે હોવા છતાં સિંહણે હુમલો કરીને યુવકને કેમ ઉઠાવી ગઈ એ પરિજનો (Lioness attacks young man) કંઈ સમજે પહેલા જ સિંહણ બાજુના મધુ વાળાની આંબાવાડીમાં જતી રહી હતી. જે બાદ સિંહ અને સિંહણ આ યુવકને ફાડી ખાધો હતો. આ ઘટનાની જાણ વનવિભાગને થતાં તાત્કાલિક (Amerli Forest Department) ઘટના સ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો : વરસતા વરસાદની વચ્ચે સિંહ પરિવાર તરસ છિપાવતા જોવા મળ્યા
યુવકને છોડાવવા કારનામાં - વનવિભાગ સાથે મામલતદાર, પોલીસ અને સ્થાનિક 200 જેટલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ સિંહ-સિંહણ આ યુવકનો કબજો છોડવા તૈયાર ન હતી. મોડી રાત્રે ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સિંહ (lioness took the youth from Padak) કબજા માંથી ગમે તેમ કરીને યુવકના શબને છોડવવા વનવિભાગને વિનંતી કરી હતી. સિંહ સિંહણના પંજા માંથી મૃત યુવકને છોડવવા ટ્રેક્ટર સહિતના કારનામા અજમાવ્યા હતા. પરંતુ સિંહ સિંહણ મૃત યુવકને આ બાજુથી બીજી બાજુ ઢસડીને લઈ જતો હતો. તપાસ કરતા મૃતક યુવકના ફક્ત બે હાથ-પગ વનવિભાગને હાથ આવ્યા હતા. ત્યારે વનવિભાગ દ્વારા સિંહ-સિંહણને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી રહ્યું છે.