ETV Bharat / state

અમરેલીના જગતના તાત પર ઘેરાયા કમોસમી વરસાદના વાદળો

એક બાજુ કોરોના કાળ બની લોકોમાં ચિંતા ઉભી કરી રહ્યો છે તો બીજી બાજુ જામનગર અને અમરેલીમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. જેથી ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

author img

By

Published : Apr 26, 2020, 7:22 PM IST

Etv Bharat
Rain

અમરેલીઃ અમરેલી જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાંભાની ગીર બોર્ડર પરના ગામડાઓ નાનુડી, ઉમરીયા, તતાણીયા, લાસા, ગિદરડી સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસામાં દિવાળી પર તૈયાર પાક ઉપર વરસાદી નુકસાનથી ખેડૂત બહાર નથી નીકળ્યા ત્યાં વધુ એક વાર વરસાદ વિઘ્ન બન્યો છે. હાલ ખેડૂતોના ખેતરોમાં ડુંગળી, તલ,બાજરી જેવા પાકો તૈયાર થયેલા હોઈ તેના પર વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. એક તરફ કોરોના તો બીજી તરફ કમોસમી વરસાદ ખેડૂતો જાય તો જાય ક્યાં?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.