અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના જાફરાબાદ તાલુકામાં બોલેરો પીકઅપ વાહનમાં એક ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂના જથ્થો જાફરાબાદમાં સપ્લાય કરવા આવેલા જેને અમરેલી જિલ્લાની LCBની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસની LCB ટીમને મળતીના આધારે પ્રકાશ શિયાળ તથા બેબીબેન સોલંકી નામક આરોપીઓએ મસરી સોલંકી પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારે મસરી સોલંકી તથા જયેશ નામક આરોપીઓએ મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજુલા તરફથી જાફરાબાદ આવના છે તેવી ચોક્કસ બાતમી મળી હતી.
તો આ મળેલી બાતમીને આધારે જેના આધારે જાફરાબાદમાં નવા પુલ પાસે વાહન અંગે વોચમાં રહેતાં ત્યાં વાહન આવતુ જોય તેને ઉભું રખાવાના પ્રયત્નો કરવામાં આવતા તે ઉભું ન રહ્યું. જેને પગલે તેને પકડી પાડવા આ વાહનના ચાલક તથા અન્ય એક ઇસમ મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન જાફરાબાદના મફત પ્લોટ પાસે GEB રોડ ઉપર મુકીને ભાગી ગયા હતા. આ વાહનમાં ચેક કરતાં ચોરખાનું બનાવેલુ મળી આવ્યું હતું. જેમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં રૂપિયા 86,400ની કિંમતની 288 વિદેશી દારૂની તથા મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન 4,86,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જો કે આ ગુન્હાના ચારેય આરોપીઓ હાલમાં ફરાર છે. જેને લઇને પ્રોહિબિશનનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.