અમરેલી : રાજ્યભરની માં લેવાઈ રહેલી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અમરેલી જિલ્લામાં આજે 64જેટલા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે આગાઉ થયેલા પેપર કાંડ બાદ આ વખતે ફરીવાર કોઈ ગેરરીતિ ના થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આમ પેપર કાંડને લઇને કોઇ કચાશ ના રહી જાય અને નવા કાયદા ઘડાયા બાદ હાલ પરીક્ષામાં અમરેલી જિલ્લામાં 20250 ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી.
પરીક્ષાર્થીઓના વહારે આવી અમરેલી પોલીસ : અન્ય જિલ્લામાંથી પરીક્ષા આપવા પરીક્ષાર્થીઓ આવી પહોંચ્યા હતા તેવામાં પોલીસ દ્વારા પ્રશંસનીયા કામગીરી જોવા મળી હતી. બીજા જિલ્લામાંથી આવી રહેલા ગીર સોમનાથના 11 વિદ્યાર્થીઓ ખાંભાના નાની ધારી નજીક ટ્રક બંધ પડેલ જેના કારણે એસટી બસમાં પ્રવાસી કરી પરીક્ષા આપવા આવી રહેલા વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાયેલા હતા. આ મેસેજ અમરેલી એસ.પી. ને મળતા પોલીસને મદદ માટે સૂચનો કરતા પોલીસ દ્વારા કોડીનાર કૃષ્ણનગર બસમાં પ્રવાસી કરતા પરીક્ષાર્થીઓને વ્હારે આવી હતી. ખાંભાથી અમરેલી પોલીસ દ્વારા પહોંચતા કરાયા હતા. વિદ્યાર્થીઓને સમય સર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં મદદે આવેલા પોલીસ કર્મીઓ સાથે વિદ્યાર્થીઓ સેલ્ફી લઇ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Junior Clerk Exam 20233 : રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ પૂર્ણ
એલર્ટ મોડમાં તંત્ર જોવા મળ્યું હતું : ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યા હતા તેમજ દરેક કેન્દ્રોમાં કડક બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા આમ પરીક્ષા સમિતિના સભ્યો જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ વડાએ સતત તમામ જિલ્લાભરમાં સૂચનો દ્વારા કામગીરી પર પણ એલર્ટ મોડમાં તંત્ર જોવા મળ્યું હતું. આમ વિદ્યાર્થીઓ માટે અથાગ પ્રયત્નો તંત્ર દ્વારા સીધી નજર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Junior Clerk Exam 2023: ખેડામાં પરીક્ષા આપવા આવેલ યુવાન ઈજાગ્રસ્ત, સારવાર બાદ પોલીસે પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો
તંત્રે પળે પલની પૂરતી રીતે તકેદારી રાખી હતી : અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ તેમજ કોઈ ગેરરીતિ ના બને તેવી ખાસ તકેદારી પણ ધ્યાન સતત રાખવામાં આવી હતી. આમ તંત્ર એક્શન મોડમાં જોતા વિદ્યાર્થીઓમાં પણ ભૂતકાળમાં બની ગયેલા પ્રકરણને લઈને ફરી નહિ બને તેવી આશાનું કિરણ જાગ્યું હતું. જેના કારણે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો. ત્યારે તંત્ર પણ પળે પલની પૂરતી રીતે તકેદારી રાખવામાં આવી હતી.