ETV Bharat / state

શાંતાબા ગજેરા હોસ્પિટલ આવી વિવાદમાં: આંખના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને ગંભીર સમસ્યા

અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. (Amreli Shantaba Gajera hospital in controversy) ગત 16થી 22 મી નવેમ્બર દરમિયાન 20 કરતાં વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાયા હતા. જેમાં આજે 17 જેટલા દર્દીઓની આંખોમાં ગંભીર પ્રકારની નુકસાની સામે આવી છે. જેને લઈને હડકંમ મચી જવા પામ્યો છે. દર્દીઓની ફરિયાદને લઈને રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને રાજ્યના આરોગ્ય પ્રધાન રુષિકેષ પટેલે સમગ્ર મામલામાં તપાસ કરવાની ખાતરી આપી છે. રાજ્યના આરોગ્ય પ્રધાનની તપાસની ખાતરી મામલો કેટલો ગંભીર છે તેના તરફ ઈશારો કરી જાય છે હાલ તમામ દર્દીઓ અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં તેમની આંખોની રોશની બચી શકે તેના માટે સારવાર અપાઈ રહી છે.

દર્દીઓને આંખોમાં ઇન્ફેક્શનની ફરિયાદ
દર્દીઓને આંખોમાં ઇન્ફેક્શનની ફરિયાદ
author img

By

Published : Dec 13, 2022, 10:20 PM IST

Updated : Dec 14, 2022, 2:01 PM IST

દર્દીઓને આંખોમાં ઇન્ફેક્શનની ફરિયાદ

અમરેલી: શાંતાબા ગજેરા હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં (Amreli Shantaba Gajera hospital in controversy) આવી છે. આ વખતે વિવાદનું કારણ દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ આંખોમાં ગંભીર પ્રકારના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થતાં મામલો ગરમાઈ રહ્યો છે. હાલ 17 જેટલા દર્દીઓને ઓપરેશન (17 patients serious after eye operation ) બાદ આંખોમાં ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન થતાં તમામ દર્દીઓને અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલમાં આંખોની રોશની બચી શકે તે માટેની સારવાર આપવામાં આવી રહી છે.

25 જેટલા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન : અમરેલીની શાંતાબા ગજેરા મેડિકલ કોલેજમાં 16 થી 22 નવેમ્બર દરમિયાન 25 જેટલા દર્દીઓનું મોતિયાનું ઓપરેશન (25 patients Cataract operations) કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક દર્દીઓને આજે આંખોમાં તકલીફ થતા તેની તપાસને અંતે આંખોમાં ગંભીર પ્રકારના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું હોવાનું સામે આવતા તા તમામ દર્દીઓને સારવાર માટે અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામ દર્દીઓની આંખોની રોશની બચી શકે તે માટે સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર મામલાને લઈને રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પણ યોગ્ય અને ન્યાયપૂર્વક તપાસની ખાતરી આપતા મામલો કેટલો ગંભીર છે તેના પર ઈશારો થઈ રહ્યો છે.

શાંતાબા ગજેરા હોસ્પિટલ આવી વિવાદમાં: આંખના ઓપરેશન બાદ 17 જેટલા દર્દીઓને ગંભીર સમસ્યા

ઓપરેશન દરમિયાન ગંભીર બેદરકારીથી ઇન્ફેક્શન: આંખોના ઓપરેશન દરમિયાન શાંતાબા ગજેરા હોસ્પિટલના તબીબો અને અન્ય સહાયક આરોગ્ય કર્મચારીઓની ગંભીર બેદરકારીને કારણે 10 કરતાં વધુ દર્દીઓને આંખોમાં ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન જોવા મળે છે. મોતિયાના ઓપરેશન દરમિયાન ઘણા બધા પ્રવાહીનો ઉપયોગ થતો હોય છે, જેમાં સ્યુડોમોનાક બેક્ટેરિયાની હાજરીને કારણે આ પ્રકારનુ ગંભીર ઇન્ફેક્શન દર્દીઓની આંખોમાં લાગ્યું હશે, જે દર્દીઓને આંખોમાં ઇન્ફેક્શનની ફરિયાદ છે તેને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ ઓપરેશન બાદ બેક્ટેરિયાનુ ઇન્ફેક્શન દર્દીઓની રોગ સામે લડવાની શક્તિ અને બેક્ટેરિયાનું પ્રમાણ તેની આંખોની રોશની બચાવવા માટે મહત્વનું પરિબળ સાબિત થશે.

સુડો મોનાર્ક બેક્ટેરિયા ઓપરેશન દરમિયાન તબીબ કે અન્ય સહાયક તબીબી કર્મચારીઓની બેદરકારીને કારણે દર્દીની આંખમાં પહોંચ્યું હશે તે વાત નકારી શકાય તેમ નથી. હાલતો 10 કરતાં વધુ દર્દીઓ પોતાની આંખની રોશની બચાવવા માટે અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. આગામી દિવસોમાં સમગ્ર મામલો રાજકીય રીતે પણ ખૂબ જોર પકડશે.

Last Updated : Dec 14, 2022, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.