અમરેલી : જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે સાવરકુંલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના પાસે આવેલા નાળ ગામે વીજળી પડતા 16 જેટલા બકરાઓની મોતની ઘટના સામે આવી છે.
ડુંગર પર માલધારી બકરી ચરાવી રહ્યો હતો એવા સમયે વીજળી પડતા બકરીઓના મોત થયા હતા, જેને કારણે માલધારીને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત ડુંગરાળ વિસ્તારમાં વરસાદને કારણે નાળ ગામની નદીમાં ઘોડાપૂર પણ આવ્યું હતું.