ETV Bharat / state

તૌકતે વાવાઝોડાની સહાયની લાલચ આપી ગામના પૂર્વ સરપંચે વિધવા મહિલા પર આચર્યુ દુષ્કર્મ - widow

તૌકતે વાવાઝોડામાં કેટલાય પરિવારોને ઘણું નુક્સાન પહોંચ્યું હતું. ત્યારે અમરેલી(AMRELI) જિલ્લામાં હજુ પણ કેટલીક મહિલાઓ અને લોકો સરકારની સહાય મેળવવા માટે સરકારી કચેરીના ચક્કર મારી રહ્યા છે. સાવરકુંડલા તાલુકામાં આવેલા થોરડી ગામે પૂર્વ સરપંચે સહાયથી વંચિત મહિલાને સરકારી ગ્રાન્ટની મદદની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ હતી.

ગામના પૂર્વ સરપંચે વિધવા મહિલા પર આચર્યુ દુષ્કર્મ

author img

By

Published : Aug 5, 2021, 12:44 PM IST

  • તૌકતે વાવાઝોડામાં લોકો સરકારની સહાય મેળવવા માટે સરકારી કચેરીના ચક્કર મારી રહ્યા છે
  • કુદરતી આફતમાંથી ઉગરે તેની વચ્ચે એક શરમજનક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે
  • મહિલાને સરકારી ગ્રાન્ટની મદદની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ

અમરેલી: તૌકતે વાવાઝોડાને થોડો સમય વિતી ગયો છે, ત્યારે અમરેલી(AMRELI) જિલ્લામાં હજુ પણ લોકો સરકારની સહાય મેળવવા માટે સરકારી કચેરીના ચક્કર મારી રહ્યા છે. આ કુદરતી આફતમાંથી ઉગરે તેની વચ્ચે એક શરમજનક ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા થોરડી ગામે પૂર્વ સરપંચે સહાયથી વંચિત મહિલાને સરકારી ગ્રાન્ટની મદદની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ હતી.

આ પણ વાંચો- ઉનામાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનના વળતરની 1,000થી વધુ અરજી પેન્ડિંગ

બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો

આ મહિલા રાત્રે એકલી હતી, ત્યારે ગામના પૂર્વ સરપંચ પ્રફુલ લાભુભાઈ વેકરીયાએ ઘરે પ્રવેશી કહ્યું કે, વાવાઝોડામાં જે તમારા મકાનને નુકસાન થયુ છે, તેની જે સહાય મળવાની છે, તે તમને મળી જશે. તેમ કરી ફરિયાદીની એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો.

પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી

મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં આરોપી પ્રફુલ સામે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ હરકતમાં આવી છે.

આ પણ વાંચો- Nangal Rape Case: 9 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસની તપાસ હવે ક્રાઈમબ્રાન્ચ કરશે

દુષ્કર્મમાં ભોગ બનનાર મહિલા વિધવા છે

દુષ્કર્મમાં ભોગ બનનાર મહિલા વિધવા છે, તેમના પતિ પાંચ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. તેમના 3 પુત્રો અલગ-અલગ જગ્યાએ ખાનગી નોકરી કરી રહ્યા છે. વિધવા મહિલા મજૂરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે ગામના પૂર્વ સરપંચે જ આ કૃત્ય કર્યાની ફરિયાદથી ચકચાર મચી જવા પામ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.