ETV Bharat / state

Fake paper leak in Amreli : અમરેલીમાં ધોરણ 10 અને 12ના એકમ કસોટીના ફરતાં થયેલાં પેપર બોગસ હોવાનો ખુલાસો - અમરેલીમાં બોગસ પેપર લીક

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જી. પ્રજાપતિએ whatsapp માં ફરી રહેલા ધોરણ 10 અને 12 ના બંને પેપરો ખોટા હોવાનો (Fake paper leak in Amreli) ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયામાં ફરતાં સામાજિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના પેપર બોગસ હોવાનો ખુલાસો આ સાથે થયો છે.

Fake paper leak in Amreli : અમરેલીમાં ધોરણ 10 અને 12ના એકમ કસોટીના ફરતાં થયેલાં પેપર બોગસ હોવાનો ખુલાસો

author img

By

Published : Dec 29, 2021, 3:57 PM IST

અમરેલી: આજે સવારે અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયા પર ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયનું પેપર પરીક્ષા પૂર્વે whatsapp માં કરતું થયા હોવાના સમાચારો વાયુવેગે પ્રસરી ગયા હતાં. જેને લઈને અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે whatsapp માં ફરી રહેલું ધોરણ 10 અને 12 ના બંને પેપરો (Fake paper leak in Amreli) ખોટા છે. આ પ્રકારનું કૃત્ય (Paper leak in Gujarat 2021) વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારું છે.

સામાજિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના પેપર બોગસ હોવાનો ખુલાસો

કાયદાકીય કાર્યવાહી થશે

કોઈ વેબસાઈટ દ્વારા આ પેપર બજારમાં ફરતું કર્યું હોવાની પ્રાથમિક તપાસમાં એવી વિગતો મળી રહી છે અને આગામી દિવસોમાં પેપર whatsapp માં ફરતું કરવાના ઈરાદાને લઈને તપાસના અંતે શિક્ષણ વિભાગ કોઈ કાયદાકીય કાર્યવાહી કરશે તેવો ખુલાસો (Fake paper leak in Amreli) શિક્ષણ અધિકારી એમ જે પ્રજાપતિએ કર્યો હતો. અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ સોશિયલ મીડિયામાં ફરતું થયેલું સામાજિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનું પેપર બોગસ હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ Big Breaking : ગુજરાતમાં પેપર ફુટવાનો સિલસિલો યથાવત, ફરી એક પેપર ફૂટ્યું...

પરીક્ષા પૂર્વે સવાલ જવાબ સાથેનું પેપર સોશિયલ મીડિયામાં થયું ફરતું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 10 અને 12ની શાળા કક્ષાની એકમ કસોટીઓ ચાલી રહી છે. ત્યારે આજે સવારે લેવાનાર ધોરણ-10 સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનનું પેપર ફૂટી ગયું છે અને આ ફૂટેલું પેપર સવાલ જવાબ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેને લઇને શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો હતો અને અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જી. પ્રજાપતિએ સમગ્ર મામલાને લઇને તપાસ (Fake paper leak in Amreli) કરી હતી. તપાસને અંતે હાલ પ્રાથમિક માહિતી અનુસાર કોઈ ખાનગી વેબસાઈટ પરથી આ પેપર ડાઉનલોડ થયું હોવાનું શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. પાછલા કેટલાક સમયથી (Paper leak in Gujarat 2021) ગુજરાત પેપર લીક થવાને લઈને બદનામ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર મામલામાં શિક્ષણ વિભાગ ખૂબ જ ઉંડાણપૂર્વકની તપાસ કરશે અને આમાં કોઇ પણ વ્યક્તિની સામેલગીરી હશે તો તેમની સામે શિક્ષણ વિભાગ કાયદાકીય રીતે કાર્યવાહી કરવા પણ આગળ વધી શકે છે તે પ્રકારની માહિતી આજે માધ્યમોને અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જી. પ્રજાપતિએ આપી છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: 12 આરોપીઓના ફરી રિમાન્ડની અરજી પ્રાંતિજ કોર્ટે ફગાવી, તમામને જેલમાં ધકેલાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.