અમરેલીઃ હવામાન વિભાગની આગાહીના તમામ દિવસે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. શનિવારે અને રવિવારે સામાન્ય વરસાદ બાદ સોમવારે કમોસમી વરસાદે ભારે આક્રમક બેટિંગ કરી હતી. આ કમોસમી વરસાદની ઝપટે ચડી ગયું ધારી તાલુકાનું નક્કી મીઠાપુર ગામ. સોમવારની ઢળતી સાંજે મીઠાપુર ગામના લોકોને તૌકતે વાવાઝોડાની યાદ તાજી કરાવી દીધી હતી.
આ પણ વાંચોઃ Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ
ખેડૂતોને પડ્યો ફટકોઃ અહીં ભારે પવન સાથે બરફનો કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આકાશમાંથી બરફના ગોળા પણ વરસ્યા હતા. તેના કારણે આંબાવાડીમાં કેરી તો ઠીક આંબાઓ જ જમીનદોસ્ત થઈ ગયા હતા. આથી ખેડૂતો અને ઈજારદારોને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો હતો.
મીઠાપુર ગામમાં કમોસમી રૂપે ટ્રાટકેલી આફત મા માત્ર આંબાવાડી જ નહી.. ખેડૂતો એ મહા મહેનતે તૈયાર કરેલા ઘઉ અને ધાણા નો પાક પણ ધોવાઈ ગયો છે.. ખેતરમાંથી ઘરે લઇ જવા માટે નો તૈયાર પાક ખેડૂતો ના ઘર સુધી પહોંચે તે પહેલાં જ પાણી ના પ્રવાહ મા તણાય ગયો.. અને જે બચી ગયો તે પલડી ગયો.. પરિણામે ખેડૂતોના મો સુધી આવેલ કોળીયો પળવારમાં છીનવાઈ ગયો..
આ પણ વાંચોઃ Gujarat Unseasonal Rain: આદિવાસીઓ માટે મહત્વના હોળીના હાટ બજારમાં વંટોળીયા વરસાદનું વિઘ્ન
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છિનવાયોઃ અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસ સુધી વરસાદી આગાહી કરવામાં આવી હતી. તે મુજબ, જિલ્લાના તાલુકાઓમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અહીં ધારી, બાબરા, બગસરા, સાવરકુંડલાના આસપાસ ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોના પાકમાં વાવેતર બાર મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાય ગયો તેવા હાલ થયા છે. ત્યારે ગીર કાંઠાના ઈજારાદાર તેમ જ આંબાના વાવેતરમાં પણ ઘણી નુકસાની જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કમોસમી વરસાદે સૌથી વધુ નુકસાન ધારી તાલુકાના ગીર કાંઠાના ગામોને પહોંચાડ્યું હતું. ત્યારે આ વિસ્તારમાં ખાસ કિસ્સામાં ખેડૂતો ને સહાય આપવામાં આવે એવી માગ ઊઠી છે.