અરવલ્લી: ગુજરાતમાં કોરોના વાઈરસ મહામારીના કારણે મૃત્યુનો આંકડો દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સતર્ક થઇ ગયુ છે. અરવલ્લી જિલ્લાના કલેકટરે જિલ્લામાં સ્થાપવામાં આવેલ આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી.
કલેકટરએ મોડાસામાં આવેલા યુનિટી હોસ્પિટલ અને સાર્વજનીક હોસ્પિટલની મુલાકાત કરી આઇસોલેશન વોર્ડમાં વ્યવસ્થાઓ અંગેની સમીક્ષા કરી હતી તેમજ તબીબોને જરૂરી સુચાનાઓ પણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લામાં ચાર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની સ્થાપના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અરવલ્લીમાં એક પણ કોરોના પોઝીટવ કેસ નોંધાયો નથી.