- પોલીસે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કાર્યકરોની થઈ અટકાયત
- ધાણાની અટકાયત કરવામાં આવતા પરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં જ ધરણા શરૂ કરી દીધા હતા
- સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા
અમરેલી: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમરેલી શહેરમાં ગુજરાતના વિપક્ષ નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani) સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો દ્વારા સાઇકલ રેલી યોજી ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસે વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani)સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં ખાતર-બિયારણમાં સરેરાશ 30 ટકાના ભાવ વધારાનો વિરોધ
શહેરના મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
અમરેલીમાં પરેશ ધાનાણી(Paresh Dhanani)એ સાઇકલ યાત્રા કાઢી અનાજ, ગેસના બાટલા, પેટ્રોલ, ડીઝલ, તેલ સહિતમાં વધતા જતા ભાવ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો. સાઇકલ રેલીમાં શહેર કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને શહેરના મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ મોંઘવારી મુદ્દે મહિલાઓ મેદાનમાં, જૂનાગઢમાં મહિલાઓએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી તાકીદે પગલા ભરવા કરી માગ
સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા પરેશ ધાણાની(Paresh Dhanani) સહિતના કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.