ETV Bharat / state

અમરેલીમાં કોંગ્રેસના સદસ્યોએ અબીલ ગુલાલ અને મંત્રોચ્ચારથી દર્શાવ્યો વિરોધ - AMR

અમરેલીઃ ગુજરાતના પ્રથમ મુખ્યુપ્રધાન ડૉ.જીવરાજ મેહતાના અમરેલીમાં ભૂગર્ભ ગટરને કારણે રોડ રસ્તાઓની દશા બેહાલ બની છે. હાલ અમરેલીમાં ભાજપ શાસિત પાલિકા હોવાથી કોંગ્રેસના પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ તંત્ર સામે વિરોધ કરીને ભૂગર્ભ ગટરના ખાડાઓમાં ફૂલ અબીલ ગુલાલ સાથે સરકાર વિરુદ્ધ મંત્રોચ્ચાર કરી નવતર કિમિયો અજમાવ્યો હતો.

ખાડાઓમાં અબીલ ગુલાલ
author img

By

Published : May 16, 2019, 5:15 AM IST

અમરેલીમાં છેલ્લા 4 વર્ષથી ચાલતી ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ભૂગર્ભ ગટરને કારણે તૂટેલા રોડ-રસ્તાઓ માટે 10 કરોડની ગ્રાન્ટ પણ આવી ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા રોડ રસ્તાઓ બનવવાને બદલે થિંગડા મારવામાં આવ્યા છે. મોટેભાગે તો ભૂગર્ભ ગટર બન્યા બાદ તૂટેલા રોડ રસ્તાઓની હાલત જેની તે જ રહી છે. જે કારણે કોંગ્રેસના પાલિકાના સદસ્યોએ તૂટેલા રોડ રસ્તાઓ પર ફૂલ, અબીલ ગુલાલ ઉડાડીને મંત્રોચ્ચારના ઝાપ સાથે ભાજપ શાસિત પાલિકાને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સદસ્યોએ ખાડાઓમાં અબીલ ગુલાલ અને મંત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ

સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ 'હાય રે ભાજપ હાય હાય' ના નારાઓ લગાવી અમરેલી પાલિકાના ચીફ ઓફિસરને પ્રજાને પડતી યાતનાઓ મુદ્દે આવેદનપત્ર આપીને કોંગી સદસ્યોએ ચીફ ઓફિસરને ખખડાવી નાખ્યા હતા. વધુમાં મુખ્યમાર્ગો મરામત કરવાને બદલે થિંગડા મારીને ભષ્ટાચાર કરવાનો આરોપ પાલિકા પર વિપક્ષે લગાવ્યો હતો. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફળવાયેલી 10 કરોડની ગ્રાન્ટ માર્ગ એન્ડ મકાન વિભાગને ફાળવી હોવાનું કહીને પાલિકા તંત્રની પોલ પર પડદો પાડી રહ્યાનું ફલિત થઈ રહ્યું છે.

તા.૧૫/૦૫/૧૯
તંત્ર સામે નવતર વિરોધ
ધવલ આજુગીયા

એન્કર.....
નેતા વિપક્ષ પરેશ ધાનાણીના અમરેલી માં ભૂગર્ભ ગટરને કારણે રોડરસ્તોઓની દશા બેહાલ બનતા ભાજપ શાસિત પાલિકા સામે કોંગ્રેસના પાલિકાના ચૂંટયેલા સદસ્યો દ્વારા નવતર વિરોધ કરીને ભૂગર્ભ ગટરના ખાડાઓમાં ફૂલ અબીલ ગુલાલ સાથે સરકાર વિરુદ્ધ મંત્રોચ્ચાર  કરવાનો નવતર કિમિયો અજમાવ્યો હતો

વીઓ-1 આ છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મેહતાનું અમરેલી....
હાલ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું અમરેલી કહેવાય છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી ચાલતી ભુગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પણ ભૂગર્ભ ગટરને કારણે તૂટેલા રોડરસ્તાઓ માટે 10 કરોડની ગ્રાન્ટ આવી ગઈ છે પણ તંત્ર દ્વારા રોડ રસ્તાઓ બનવવાને બદલે થિંગડા મારવામાં આવ્યા છે તો મોટેભાગે તો ભૂગર્ભ ગટર બન્યા બાદ તૂટેલા રોડરાસ્તાઓની હાલ પણ એની એજ હાલત રહેતા કોંગ્રેસના પાલિકાના સદસ્યો દ્વારા તૂટેલા રોડરાસ્તાઓ પર ફૂલ, અબીલ ગુલાલ ઉડાડીને મંત્રોચ્ચારના ઝાપ સાથે સરકાર ને ભાજપ શાસિત પાલિકાને ભગવાન સદબુદ્ધિ આપે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા નએ હાયરે ભાજપ હાય હાય ના નારાઓ નાખીને અમરેલી પાલિકાના ચીફ ઓફિસરને પ્રજાને પડતી યાતનાઓ મુદ્દે આવેદનપત્ર આપીને કોંગી સદસ્યોએ ચીફ ઓફિસરને ખખડાવી નાખ્યા હતા

બાઈટ-1 સંદીપ ધાનાણી (નેતા-વિપક્ષ-નગરપાલિકા-અમરેલી)
ટી.સી.00.10 થી 01.55

વીઓ-2 અમરેલી શહેરમાં પડેલા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે ચાર વર્ષથી કામગીરી નો અંત આવ્યો નથી લોકોની સુખાકારી ધ્યાને લઈને કોંગી સદસ્યો દ્વારા નવતર વિરોધ કર્યો હતો 10 કરોડની મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની રકમ મંજુર થઇ છે પણ મુખ્યમાર્ગો મરામત કરવાને બદલે થિંગડા મારીને ભષ્ટાચાર કરવાનો આરોપ પાલિકાના નેતા વિપક્ષે લગાવ્યો હતો ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફળવાયેલી 10 કરોડની ગ્રાન્ટ માર્ગ એન્ડ મકાન વિભાગને ફાળવી હોવાનું કહીને પાલિકા તંત્રની પોલ પર પરદો પાડી રહ્યાનું ફલિત થઈ રહ્યું છે

બાઈટ-2 એલ.જી.હુંણ (ચીફ ઓફિસર-નગરપાલિકા-અમરેલી)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.