અમરેલીઃ લોકડાઉનના કારણે ખેડૂતોના હાલ બેહાલ છે. એવામાં અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
લોકડાઉનના કારણે ખેડૂતોને પાક વેચવા મુશ્કેલી પડી રહી છે, ત્યારે કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં બીજીવાર વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરમાં લણેલા અને ઊભા પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે.
![અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-01-rain-gj10032_29042020145550_2904f_1588152350_736.jpeg)
આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો થોડા દિવસ પહેલા ખાંભા ગીર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આમ, જિલ્લાના જુદા-જુદા વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.