અમરેલીઃ અમરેલીના ગીર વિસ્તારમાં સિંહોના મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. એવામાં દિલ્હીથી ત્રણ અધિકારીઓની ટીમ ગીર આવી પહોંચી હતી. અધિકારીઓએ ગીર વિસ્તારમાં પહોંચી એશિયાટિક સિંહોના મોત મામલે તપાસ કરી હતી.
ત્રણ માસમાં 25થી વધુ સિંહોના મોત થયા છે. તેને લઈને કેન્દ્રીય વનવિભાગના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડિયા વેટનરી ઇન્સ્ટિટ્યૂટના સભ્ય અને વાઈલ્ડલાઈફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના સભ્યની ટીમ ગીર ખાતે દોડી આવી છે. સ્થાનિક વનવિભાગ દ્વારા સિંહોમાં બેબેસિયા રોગ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિંહોમાં 2018માં આવેલા સિવિડી રોગની આશંકા સેવાઈ રહી છે.
કેન્દ્રની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ તપાસ કરાશે અને તમામ તપાસ બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોપાશે.