ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની બેઠક યોજાઇ - ભાજપ બેઠક

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ પ્રદેશ બેઠક શરૂ થયાના પૂર્વે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેમજ ભાજપાના અવસાન પામેલા આગેવાન કાર્યકર્તાઓને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

xz
x
author img

By

Published : Dec 15, 2020, 10:04 AM IST

ભાજપા પ્રદેશ કાર્યાલય ' કમલમ' ખાતે પ્રદેશ બેઠક યોજાઈ

● બેઠકમાં ભાજપે રાજકીય દિવંગતો માટે 2 મિનિટ મૌન પાળ્યું

● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રોડમેપ તૈયાર

અમદાવાદઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ પ્રદેશ બેઠક શરૂ થયાના પૂર્વે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેમજ ભાજપાના અવસાન પામેલા આગેવાન કાર્યકર્તાઓને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, જનતાનો ભાજપા પરનો વિશ્વાસ અકબંધ છે, બીજી તરફ ભાજપા પાસે બુથસ્તર સુધીનું મજબૂત સંગઠન છે, કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારની કામગીરી અને ભાજપાની મજબૂત સંગઠનાત્મક વ્યવસ્થા અને જનતાના સહકારથી ભાજપનો વિજય નિશ્ચિત છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની બેઠક યોજાઇ
● ભાજપાના કાર્યકર્તાઓ તેમને સોંપાયેલી જવાબદારી સમયબદ્ધતા સાથે પૂર્ણ કરે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભાજપાના કાર્યકર્તાઓ તેમને સોંપાયેલી જવાબદારી સમયબદ્ધતા સાથે પૂર્ણ કરી ચૂંટણીના વિજયને વધુ ભવ્ય બનાવવા માટે યોગદાન આપે. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે રાજ્યભરમાં પેજ કમિટીની રચનાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે, આ વ્યવસ્થાથી પણ ચૂંટણીમાં મોટો લાભ થવાનો છે.● ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં 15 હજાર કરોડની ખેત ઉપજ MSP થી ખરીદાઇ

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર ખેડૂતોની સરકાર છે, રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓને અમલમાં મૂકી છે અને તેનો પ્રત્યક્ષ લાભ રાજ્યના ખેડૂતોને મળી રહ્યો છે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકાયેલા નવા સુધારાઓ અંગે કોંગ્રેસ સહિતના વિપક્ષો MSP અંગે જૂઠો અપપ્રચાર કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ ખેડૂતો પાસેથી ખેતપેદાશોની MSPથી વિક્રમ જનક ખરીદી કરવામાં આવી છે અને ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 15 હજાર કરોડથી વધુના મૂલ્યની જણસની ખરીદી ટેકાના ભાવથી કરવામાં આવી છે. ગુજરાતનો ખેડૂત ભાજપા સાથે હતો આજે પણ છે અને આગળ પણ ભાજપા સાથે જ રહેશે.

● ભાજપાના પ્રત્યેક કાર્યકરતા પાસે ધાર્યું લક્ષ્ય હાંસલ કરવાની ક્ષમતા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાના પ્રત્યેક કાર્યકરતા પાસે ધાર્યું લક્ષ્ય હાંસલ કરવાની ક્ષમતા છે, તેનું તાજું પરિણામ આપણે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં જોયું છે, કાર્યકર્તાઓની મહેનતથી વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં થવાનું છે, તેમાં કોઈ શંકા નથી. સી.આર. પાટીલે આગામી ચૂંટણીને અનુસંધાને બુથસ્તરે માઈક્રો પ્લાનિંગ અને વિવિધ સંગઠનાત્મક વ્યવસ્થાપન અંગે બેઠકમાં ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તથા અન્ય ભાજપ અગ્રણીઓ તેમજ સિનિયર કાર્યકર્તાઓએ તેમની પેજસમિતિની રચના પૂર્ણ કરી છે. તેનાથી કાર્યકર્તાઓને પણ પેજ સમિતિનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટેની પ્રેરણા મળી છે. પેજ સમિતિનો પ્રત્યેક સદસ્ય ભાજપાના ઉમેદવારની જીત અંકે કરવા માટે મહત્વનું યોગદાન આપશે.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ બેઠકમાં ઉપસ્થિત સૌ જવાબદાર આગેવાનોને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને રાજ્યભરમાં જિલ્લા/મહાનગરમાં, મંડલમાં તેમજ બુથસ્તરે જરૂરી ચૂંટણીલક્ષી અને સંગઠનલક્ષી વ્યવસ્થા અંગે જિલ્લા પ્રમુખો અને ચૂંટણી ઇન્ચાર્જને માર્ગદર્શન આપ્યું હતું.

● બેઠકમા ભાજપના આગેવાનો ઉપસ્થિત

આ બેઠકમા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રદેશના ઇન્ચાર્જ આઇ.કે.જાડેજા(પ્રદેશ ઉપાધ્યક્ષ), ભાર્ગવ ભટ્ટ(પ્રદેશ ઉપાધ્યક્ષ), મહેશ કસવાલા, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા ભાજપા પ્રમુખો તથા જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.