અમરેલીઃ લાઠી તાલુકાના દામનગર નજીક આવેલા ભૂરખિયા હનુમાનજી મંદિરને ફરીવાર બંધ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી મંડળ અને સરપંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિર ફરી એક વખત બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભૂરખિયા હનુમાન મંદિર
- લાઠી તાલુકાના ભૂરખિયા ગામમાં આવેલું છે આ મંદિર
- રાજકોટથી 110 કિમી અને અમરેલીથી 30 કિમી દૂર
- 400 વર્ષ જૂનું મંદિર
- ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે મેળો
- કવિ પીંગળશી ગઢવીને થયો હતો ૫રચો
ભૂરખિયા હનુમાન મંદિર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો વધતા ભૂખિયા ગામ અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ અને સંરપંચ દ્વારા મંદિરના દ્વાર બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. અનલોક-1માં છૂટછાટ મળતા અમદાવાદ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હતા. જે કારણે કોરોના સંક્રમણનો ખતરો રહે છે.
લોકડાઉન દરમિયાન નિયમ મુજબ સવાર-સાંજ હનુમાન મંદિરમાં આરતી કરવામાં આવશે. આ આરતી મોબાઈલના માધ્યમથી લાઈવ આરતી જોઈ શકશે તેમજ આ લાઈવ દર્શન પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો લાભ ભક્તો લઈ શકશે.