- ખંડણી માંગનાર છત્રપાલને લઇને અમરેલીની બજારોમાં સરઘસ કઢાયું
- અમરેલી પોલીસ દ્વારા રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
- પેટ્રોલપંપના માલિક પાસે દસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી
અમરેલી : જિલ્લામાં ખંડણી માંગનાર છત્રપાલને અમરેલીની બજારોમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહિલા પોલીસ વચ્ચે સરઘસ કાઢી લોકોમાંથી આવા તત્વોનો ડર કાઢવા માટે ફરી એક વાર રાજકમલ ચોકથી રેડ કોર્નર સિનેમા સુધી લવાયો હતો. અમરેલી પોલીસ દ્વારા રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અમરેલીના સરકારી વકીલ દ્વારા જોરદાર અને સચોટ રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામા આવ્યા હતા.
આ પણ વાંચો : ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી
મહિલા પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યું
છત્રપાલ વાળાએ અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. જો ખંડણી ના આપે તો ત્રણ દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી. આજે અમરેલી પોલીસે આવા ખંડણી ખોરને ફરી અમરેલીની બજારમાં મહિલા પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ કાઢી આમ જનતાને વિશ્વાસ આપાવ્યો હતો કે, આવા માણસોથી ડરવાની જરૂર નથી.
દ્રશ્યો જોવા લોકો અને વેપારી ના ટોળા ભેગા થયા
રાજકમલ ચોકથી રેડ કોર્નર સિનેમા સુધીની આ પગપાળા સરઘસમાં આરોપીની આજુ-બાજુ મોટા ભાગના મહિલા પોલીસ જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોવા લોકો અને વેપારી ના ટોળા ભેગા થયા હતા.