ETV Bharat / state

Amreli News: ધારીમાં આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કૂદી દીપડો અંદર પ્રવેશ્યો, વાહનચાલકે મોબાઈલમાં ઝડપ્યાં દ્રશ્ય

વન્યપ્રાણી દીપડાની વસતી કૂદકેને ભૂસકે વધી છે ત્યારે પોતાના જંગલ વિસ્તારમાં ન સમાતાં દીપડા ફરતાંફરતાં અન્ય વિસ્તારોમાં ઘૂસી જાય છે. ત્યારે અમરેલીમાં એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં ફેન્સિંગ કૂદીને આંબરડી સફારી પાર્કમાં દીપડો ઘૂસ્યો હતો.

Amreli News : અમરેલીના ધારીમાં આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કૂદી દીપડો અંદર પ્રવેશ્યો, વાહનચાલકે મોબાઈલમાં ઝડપ્યાં દ્રશ્ય

author img

By

Published : Apr 29, 2023, 9:42 PM IST

ફેન્સિંગ કૂદીને આંબરડી સફારી પાર્કમાં દીપડો ઘૂસ્યો

અમરેલી : અમરેલી જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી રહી છે. અમરેલીના રહેણાંક વિસ્તારોમાં પણ હવે દીપડા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. દીપડાનું આ રીતે આવી ચડવું ઘણાં લોકો માટે જોખમી બની શકે છે. ધારીના આંબરડી સફારી પાર્કમાંની ફેન્સિંગ અને કાંટાળા તારની આડશ રાખવામાં આવી છે. આ પ્રકારની ફેન્સિંગને પણ કૂદી જઇને આ દીપડો રોડ ઉપરથી આવી રોડ ક્રોસ કરી છલાંગ મારી આંબરડી સફારી પાર્કમાં જતો રહ્યો હતો.દીપડાની આવી છલાંગના દ્રશ્યો ત્યાંથી પસાર થઇ રહેલા સ્થાનિક વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતાં. ફેન્સિંગ કૂદીને અંદર કૂદતાં દીપડાના મોબાઈલ ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયા છે.

સિંહો સાથે દીપડાની સંખ્યા પણ વધી છે : રેવન્યુ વિસ્તારમાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ વધી રહી છે. અમરેલીમાં અનેક વખત હુમલાના બનાવ ઘણીવાર બનતા સામે આવે છે. ત્યારે આજે બે દીપડાના મોત થયા છે. રાજુલા તાલુકામાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલ તેમજ આસપાસના વિસ્તારના માલધારી પરિવારને દૂર ખસેડવા માટે સમજાવટનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં સિંહોનો વસવાટ હોવાને કારણે હાલ વનવિભાગમાં પણ દોડધામ મચી ગઇ છે.જેના કારણે વનવિભાગ પણ ચિંતામાં મુકાયું છે. ધારી રેન્જમાં દીપડાઓ ઘૂસી જતાં સ્થાનિકોમાં પણ દીપડાઓની લટારને પગલે ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે. ત્યારે રાત્રીના સમયમાં લોકોએ પોતાના ખેતરોમાં પણ જઈ ખેતી કામ કરવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો Search Operation: દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાયો, પૂરાવા મળતા વનવિભાગે શરૂ કરી કાર્યવાહી

દીપડાની વસ્તી ગણતરી થવાની છે : 5 તારીખ દીપડાની ગણતરી પણ શરૂ થવાની છે. ગુજરાતમાં દીપડાની વસ્તીની ગણતરી 5 તારીખે રાજ્યના વનવિભાગ દ્વારા શરૂ થવા જઇ રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહોની સાથે દીપડાની પણ સંખ્યા વધી રહેલી જોવા મળી છે તેના ચોક્કસ આંકડાઓ મળી શકશે. જ્યારે શહેરી વિસ્તારોમાં તો દીપડાઓ દ્વારા માનવ પર જીવલેણ હુમલાની ઘણી ઘટનાઓ બનતી રહે છે. અમરેલીમાં પણ દીપડાઓ દ્વારા અનેક વખત માનવ જિંદગી મોતના મુખમાં હોમાઇ છે. દીપડા ખાસ કરીને અમરેલીમાં બાળકો અને મજૂરો ઉપર હુમલાઓ કર્યાં હોવાના સમાચાર મળતાં રહેતાં હોય છે. સૌથી ચાલાક પ્રાણી મનાતા દીપડા જોકે આંબરડી સફારી પાર્કમાં સિંહોની વસતીમાં ઘૂસ્યો છે ત્યારે તેને જોખમ થઇ શકે છે.

આ પણ વાંચો ગાંધીનગરમાં દીપડાની લટાર, વન વિભાગની 4 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી

આંબરડી સફારી પાર્ક : ધારી નજીક બનાવાયેલું આંબરડી સફારી પાર્ક આશરે 400 એકરમાં ફેલાયેલું છે. આંબરડી સફારી પાર્કને એશિયાનું સૌથી મોટું સફારી પાર્ક પણ કહી શકાય છે. કોરોના લોકડાઉનના સમયમાં આ સફારી પાર્ક લાંબો સમય બંધ રહ્યું હતું, ત્યારે આ વર્ષના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.