ETV Bharat / state

Leopard Attack: ખેતીકામ કરતા મજૂરની 12 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, હોસ્પિટલમાં ખસેડવામાં આવી - Leopard Attack News

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર હિંસક પશુઓ ક્યારેક ગાય તો ક્યારેક માણસ પર હુમલો કરી બેસે છે. જેના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી જાય છે. જોકે, આ વખતે સામે આવેલા કેસમાં એક નાની બાળકી પર દીપડાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. લોહી નીતરતી હાલતમાં બાળકીને સારવાર હેતું હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. અમરેલી પાસે આવેલા ભેરાઈ ગામે આ ઘટના બની હતી.

: ખેતીકામ કરતા મજૂરની 12 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો

author img

By

Published : Apr 12, 2023, 11:46 AM IST

ખેતીકામ કરતા મજૂરની 12 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો

અમરેલી: ગીર વિસ્તારમાં સિંહની સાથે દીપડાની પણ દહેશત જોવા મળે છે. અવાર નવાર માનવ વિસ્તારમાં દીપડાઓ અને સિંહ આવી પહોંચે છે. જેના કારણે ગામ વિસ્તાર હવે જંગલ વિસ્તાર લાગે છે. સાંજે 7 થતાની સાથે લોકોને ઘરમાં જતી રહેવાની નોબત આવે છે. માનવભક્ષી દિપડાના કારણે લોકો સતત હેરાન થઇ રહ્યા છે. આમ છતા તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર છે જે જંગલથી નજીક આવેલા છે. જ્યાં વારંવાર કોઈ જંગલી પશુ આવી ચડે છે. ક્યારેક ગાયનું મારણ કરી જાય છે તો ક્યારે માણસનો શિકાર છે. આ વખતે ખેતરમાં કામ કરી રહેલી એક બાળકી પર દીપડાએ હુમલો કરી દીધો હતો. જેમાં તેને ખૂબ લોહી નીકળતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. આ બાળકીનો જીવ તો બચી ગયો હતો પણ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂકી હતી.

આ પણ વાંચો Amreli Umiadham: ઉમિયાધામ ખાતે રજત જયંતિ મહોત્સવ, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની રજતતુલા કરાઈ

બાળકી પર હુમલો: અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓને ઘટના ઓ ઘણીવાર પોતાનો વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર માટે આવતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે શિકારી પ્રાણીઓ ઘણીવાર માનવ ભક્ષી પણ બનતા હોય છે. આમ ગીર કાંઠાના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો ત્રાસ હોવાથી ત્યાંના લોકો ભયનો માહોલ જોવા મળે છે. રાજુલામાં વારંવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા દીપડાના ફરી એકવાર હુમલો કરાયો હતો. રાજુલામાં શહેરમાં 12 વર્ષની બાળકી પર હુમલો કરી લોહી લુહાણ કરી હતી. જેમાં ભેરાઇ ગામમાં ખુખાર દીપડા દ્વારા હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજુલાના આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણીઓ ઘૂસી જતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

હોસ્પિલમાં ખસેડવામાં: આમ અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થતાં વન્ય પ્રાણીઓ છાશવારે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં બનાવોની બનતી ઘટનાઓમાં વધારો થયો છે. આજ રોજ ભેરાઇ ગામમાં દીપડો ઘૂસી જતાં વનખાતાના અધિકારીઓ કવાયત શરૂ કરાઈ હતી. ગામના રેજંસી હોટલ પાસે આવેલા ખેતરોમાં ખેતીકામ કરતા મજૂરોના કિરણ નામની બાળકી હુમલો કરાયો હતો. આમ હુમલો કરાયા બાદ બાળકી લોહીથી લથ પથ હાલતમાં હતી. જેથી સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડવામાં આવેલી હતી.

આ પણ વાંચો Amreli News : ખેતરમાં આંખ ખુલતા ખાટલા નીચે બે સિંહણ દેખાય, ગોથા મારતા મારતા ખેડૂત ઘરે પહોંચ્યા

દીપડાની શોધખોળ: જિલ્લાના રાજુલાના રેન્જમાં અધિકારીઓને જાણ થતાં ટીમ સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા આજુ બાજુના વિસ્તારમાં દીપડાને શોધખોળ હાથ ધરી છે. તેમજ ટીમ દવારા દીપડો પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. હુમલા બાદ ભેરાઇ ગામવાસીઓને હુમલાખોર દીપડાને લઈને દેહશત ફેલાઈ છે. બીજી બાજુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા દીપડાથી કોઈ વધુ ઘટના ના બને તે માટે પણ સૂચનો આપી દીપડાને પકડવા દોડધામ શરૂ કરી દેવાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.