અમરેલી સાવરકુંડલા નજીક મિતિયાળામાં અવારનવાર ભૂકંપ (Earthquake tremors in Mitiala) આંચકાઓ આવી રહ્યા છે. જેને લઇને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ભૂકંપના કારણે મિતિયાળા ગામના (Earthquakes in Mitiala Amreli) લોકોની ઊંઘ હરામ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગર ખાતેથી સિસમોલોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મિતિયાળા ગામે આવી હતી.અને મિતિયાળાના લોકોની સાથે જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. ભૂકંપ આંચકાઓ (earthquake in Mitiyala of Amreli) આવ્યા તેની વિશેષ જાણકારી આપી હતી.
ભૂકંપ આંચકાઓ જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના નાના આંચકાઓ આવે છે. ગુજરાતમાં સૌથી વધુ ભૂકંપ આંચકાઓ કચ્છમાં આવે છે. બીજા ઝોનમાં રાજકોટ જામનગર જેવા મહાનગરો આવે છે. જ્યારે અમરેલી જિલ્લો ઝોન 3 મા આવતો હોવાનું ગાંધીનગર સિસમોલોજી સેન્ટરના સાયન્ટીસ્ટ ડો. શિવમ જોશી અને ડો.વિનય દ્વિવેદીએ મિતિયાળા વાસીઓને નાના નાના ભૂકંપ આંચકાઓથી ડરવાની જરૂર નથી. રાજ્યભરમાં સિસમોલોજી સેન્ટર માટે 152 જેટલા મશીનો આખા ગુજરાતમાં મુકવામાં આવ્યા છે. આ સાથે લોકોને અપીલ કરી હતી. સમજાવટ સાથે ભૂકંપથી ડરવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
ડરવાની જરૂર નથી ગાંધીનગર સિસમોલોજી સેન્ટરની ટીમના (Gandhinagar Seismology Center team) સાથે સાવરકુંડલા મામલતદાર, ટી.ડી.ઓ. અને અમરેલી ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મિતિયાળા વાસીઓને (earthquake in Mitiyala of Amreli)ડરવાની જરૂર નથી માહિતી આપીને લોકોનો ભય દુર કર્યો હતો.