ETV Bharat / state

Amreli News : ખેતરમાં આંખ ખુલતા ખાટલા નીચે બે સિંહણ દેખાય, ગોથા મારતા મારતા ખેડૂત ઘરે પહોંચ્યા - વડીયામાં રાત્રે સિંહ આવતા ખેડૂતોમાં ભય

અમરેલીના વડિયા વિસ્તારમાં રાત્રીના સમયે ખેતરમાં સિંહણ દેખાતા ખેડૂત ગભરાઈ ગયા હતા. સિંહણને જોતા ખેડૂતે ઘર તરફ દોટ મુકતા માંડ માંડ ઘરે પહોંચ્યા હતા. ગામલોકો સ્થળ પર હાજર થઈને વિજળી દિવસની આપવાની માંગણી કરી હતી.

Amreli News : ખેતરમાં આંખ ખુલતા ખાટલા નીચે બે સિંહણ દેખાય, ગોથા મારતા મારતા ખેડૂત ઘરે પહોંચ્યા

author img

By

Published : Mar 16, 2023, 4:53 PM IST

વડીયામાં ખેતરમાં બે સિંહો અચાનક આવી ચડતા આરામ કરતો ખેડૂત ભયભીત થયો

અમરેલી : બૃહદ ગીર તરીકે જાણીતો અને સિંહોના વસવાટ માટે ઘર ગણાતો અમરેલી જિલ્લો ઓળખાય છે. જ્યાં ગીર કાંઠાના નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા કરતા જોવા મળે છે. પરતું ક્યારેક સિંહો ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા લોકો ભયભીત થઈ જતા હોય છે. તેમજ ગ્રામ્ય લોકો ખેતી કામ કરવા રાતના સમયે જતા ફફડતા છે. ત્યારે વડીયાના બાજુના ગામમાં ખેડૂત પોતાના ખેતરોમાં રાત્રીના સમયે આરામ કરતા તેની બાજુમાં બે સિંહો આવતા ગભરાઈ ગયા હતા.

ગોથા મારતા મારતા ખેડૂત ઘરે પહોંચ્યા
ગોથા મારતા મારતા ખેડૂત ઘરે પહોંચ્યા

ખેડૂતે આંખ ખોલી તો સિંહ દેખાણા : વડીયા ડેમ નજીક આવેલા ખેડૂતના ખેતરે ઘઉંનો ઢગલો પડ્યો હતો. ખેડૂત પોતાના ખેતરે પોતાના પાકનું રખોપુ કરવા ખાટલો નાખીને સુતા હતા. એ દરમિયાન ખળભળાટ થતા ખેડૂતે લાઈટ કરીને જોયું તો થોડે દૂર બે સિંહો ઉભા હતા. તેમના ખાટલા નજીક બે સિંહના બચ્ચા જોઈને ખેડૂત હાંફળો ફાફળો થઈને ડરીને ભાગી ગયો હતો. જોકે ખેડૂતના જણાવ્યા અનુસાર તે બે ત્રણ આળગોટિયા ખાઈ ગયા અને તાબડતોબ પોતાના ઘરે આવી ગયા અને તેમના કૌટુંબિક ભાઈ અને પૂર્વ સરપંચને વાત જણાવી હતી. બે ત્રણ ખેડૂતો ફરી ખેતર જઈને તપાસ કરી અને પાકના ઢગલાઓ વ્યવસ્થિત ઢાંકીને પરત આવતા રહ્યા હતા.

આ પણ વાંચો : Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ

વિસ્તારમાં સાવજના ધામા : વડિયા તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા ત્રણેક મહિનાથી 7થી 9 સિંહોના ટોળાએ અડીંગો જમાવ્યાના સુત્રો મળી રહ્યા છે. ગીર જંગલથી દૂર આવેલા વડિયા પંથકમાં સિંહોના વસવાટથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરતા જતા પણ ડરી રહ્યા છે. અનેક વખત સિંહો દેખાતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. છાસવારે મારણની ઘટનાઓ પણ બને છે. રાત્રિના સમયે વિજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતો જીવ ના જોખમે ખેતી કરવી મુશ્કેલ બનતી રહે છે.

ખેતરમાં સિંહણ દેખાતા ગભરાહટ
ખેતરમાં સિંહણ દેખાતા ગભરાહટ

આ પણ વાંચો : Amreli news : સિંહ પ્રેમીઓએ વ્યક્ત કરી ચિંતા, બૃહદ ગીરમાં સિંહની હલચલ વધી વિડીયો વાયરલ

ખેડૂતોની માંગણી : સરંપચનું કહેવું છે કે, મોરવાડા, ખાનખીજડીયા અને વડીયા સિમ વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ મહિનાથી સાવજોના ધામા છે. આસપાસ વિસ્તારમાં 7થી 8 જેટલા સિંહો આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે ખેડૂૂતોની માંગણી છે કે, આ સાવજને પકડીને જંગલ વિસ્તારમાં મુકી આવો અને ખેડૂતોને દિવસની લાઈટ આપે. ખેડૂતોએ કોઈ દિવસ આ વિસ્તારોમાં સાવજોના ટોળા જોયા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.