અમરેલી : અમરેલીમાં લાકડાનો ગેરકાયદ0ે વેપલો કરતાં લોકોમાં ફફડાટ થાયા એવા આ સમાચાર સામે આવ્યાં છે. અમરેલી જિલ્લામાં વનખાતા દ્વારા ગેરકાયદેે લાકડાની હેરફેર સામે રાજુલા વન વિભાગની કાર્યવાહી સામે આવી છે. રાજુલા વનવિભાગ દ્વારા મંજૂરી વગર લાકડાની હેરાફેરી કરતા લોકો સામે લાલ આંખ કરી લાકડાની ચોરી કરી બારોબાર વહેંચનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરએફઓની ટીમે પકડ્યાં : અમરેલી સામાજિક વનીકરણ ડિવિઝનના ઇન્ચાર્જ IFS સાદીક મુંજાવર દ્વારા સૂચના આપતા રાજુલા સામાજિક વનીકરણ આરએફઓની ટીમ સક્રિયતા દાખવી હતી. જેમાં છકડામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજુલા તાલુકાના વાવેરા રાઉન્ડમાં પેટ્રોલિંગ દરમિયાન ધારેશ્વર ગામ નજીકથી પાસ પરમીટ વગર લીમડાના લાકડા ભરેલી છકડો રીક્ષાને ઝડપી પાડી હતી.
રીક્ષા સાથે 3 વ્યક્તિની અટકાયત કરતા કોઈ પ્રકારની પાસ પરમીટ ન મળી એટલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં જાગૃતતા માટે રેવન્યુ ગ્રામ્ય વિસ્તારમાં લાકડાનું કટિંગ કરવું હોય તો નોડલ ઓફિસર તરીકે મામલતદારની નિમણૂક કરી છે. વનવિભાગના કોઈ વિસ્તારમાંથી લાકડા હટાવવા હોય તો વનવિભાગની મંજૂરી લેવાની હોય છે. વનવિભાગ આ વિસ્તારમાં લાકડાની ચોરી અટકાવવા કટિબદ્ધ છે...એસ.એમ.મકરાણી (આરએફઓ, રાજુલા સામાજિક વનીકરણ રેન્જ )
ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો દાખલ : આરોપી સવજીભાઈ માધાભાઈ વિજુડા, નરેશભાઈ ભીખાભાઇ ચૌહાણ, મનીષભાઈ ભીખાભાઇ ચૌહાણને રીક્ષા સાથે અટકાયત કરી ભારતીય વન અધિનિયમ મુજબ ગુનો નોંધી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેને પગલે લાકડાની ચોરી કરી ગેરકાયદે રીતે હેરાફેરી કરી બારોબાર વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.