ETV Bharat / state

Accident in Amreli : સાવરકુંડલાના બાઢડા રેલવે ફાટક નજીક ટ્રેન અકસ્માતમાં 24 ગાયના કમકમાટીભર્યા મોત - બાઢડા રેલવે ફાટક

અમરેલીના સાવરકુંડલામાં મોટી સંખ્યામાં પશુઓનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. બાઢડા રેલવે ફાટક પાસે મહુવા-સુરત પેસેન્જર ટ્રેનમાં પશુઓ કચડાઈ ગયા હતાં જેમાં 24 ગાય હતી.

Accident in Amreli : સાવરકુંડલાના બાઢડા રેલવે ફાટક નજીક ટ્રેન અકસ્માતમાં 24 ગાયના કમકમાટીભર્યા મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 5:24 PM IST

પેસેન્જર ટ્રેનમાં પશુઓ કચડાઈ ગયા

અમરેલી : અમરેલી જિલ્લામાં ટ્રેનના અડફેટે સિંહો આવી જતા મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યારે હાલ ટ્રેનની અડફેટે 24 જેટલા પશુઓ આવી ચડતા તમામના મોત થયા છે, જેને પગલે રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે રેલવે ફાટક નજીક સામેથી મહુવા-સુરત પેસેન્જર ટ્રેનમાં પશુઓ કચડાઈ ગયા હતા. જેથી 24 જેટલી ગાયોના મોત થયા છે.

ગાયો ટ્રેનની અડફેટે ચડી ગઇ : આ અકસ્માત થતાં ટ્રેનના મુસાફરોમાં પણ અફડા તફડી મચી હતી. રેલવે પશુઓની ઘટના બાદ થોડીવાર ફાટક પણ બંધ કરી દેવાયું હતું. તેમ જ ટ્રેનને 25 મિનિટ સુધી માટે ઉભી રાખવાની ફરજ પડી હતી. અકસ્માતમાં 24 જેટલી ગાયોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ઘટનાને લઈ જાણ કરાતા તાત્કાલિક પોલીસ, નગરપાલિકાની ટીમને જાણ કરી નગરપાલિકાની ટીમ દ્વારા તમામ પશુના મૃતદેહને રેલવે ટ્રેક પરથી હટાવી મૃતદેહોને પાલિકાના વાહનોમાં ખસેડવામાં આવ્યાં હતા.

પોલીસે ટ્રાફિકજામને હટાવ્યો : ઘટનાને પગલે રેલવે ફાટકને થોડીવાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ડી.વાય.એસ.પી.હરેશ વોરા સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવ્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના રેલવે ટ્રેક પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ટ્રેનની અડફેટે સિંહોના મોત થયા બાદ હવે 24 જેટલા પશુના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ભાજપની ટીમ પહોંચી : સાવરકુંડલા વિભાગના બાઢડા રેલવે ફાટક પર મહુવાથી સુરત જતી ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે સાંજના સવા 8 વાગ્યાથી આસપાસ ટ્રેનની અડફેટે ગાયો આવી જતા કપાઈ ગઈ હતી. જે ઘટના સાવરકુંડલાના ધારાસભ્યના અને પોલીસ અધિક્ષકના ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. સાથે સાથે ધારાસભ્યએ નગરપાલિકાની ટીમને અને પ્રમુખને પણ જાણ કરતા તેઓ તેમજ ભાજપની ટીમ અને કાર્યકરો પહોંચી ગયા હતા. તેમજ ગૌપ્રેમીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ગાયોને ટ્રેક પરથી ખસેડવામાં આવી હતી.

ગાયોના મૃતદેહનો નિકાલ : સાવરકુંડલા નગરપાલિકા વિધિવત રીતે ગાયોના મૃતદેહને નિકાલ કરવાની કાર્યવાહી કરી રહી છે. અત્યારસુધીમાં કુલ 24 ગાયો કપાઈ હોવાની હકીકત સામે આવી છે. ફાટક પરનો ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે. રાહતકાર્યની તમામ કામગીરી ચાલુ છે.

  1. Navsari Accident: નવસારીના અજરાઈ ગામે કાર ચાલકની સામે પશુ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો
  2. Lion Death On Railway track : રેલવે ટ્રેક પર સિંહના અકાળે મોત વધ્યા, પૂર્વ વન અધિકારીઓએ આપ્યા અભિપ્રાય
  3. Banaskantha Accident: અમીરગઢના કીડોતરમાં રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા અને બે પૌત્રીના ઘટનાસ્થળે મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.