અમરેલીઃ જિલ્લાના દામનગર પોલીસ મથકમાં 3 સાધુઓ પર દુષ્મકર્મની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને સાધુની અટકાયત કરીને આગળની તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ, બોટાદ મહિલાએ સાધુ સામે દુષ્મકર્મના આક્ષેપ કરતી ફરિયાદ નોંઘાવી છે. જેમાં લાઠીના નારણનગર ગામના સાધુ અને ગઢડા સ્વામિનારાયણ મંદિરના 2 સાધુઓ સામેલ છે.
મહિલાના જણાવ્યા અનુસાર, દોઢ વર્ષ પહેલા સંત દરવીદાસ જગ્યાના રઘુરામ ભગત અને ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગતનામના સંતે મહિલા પર સાત વખત દુષ્કર્મ આચર્યો હતો. તેમજ માનસિક રીતે હેરાન કરતા હતા. આખરે મહિલાએ હિંમત કરી પોતાની સાથે થતાં અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે અને ન્યાયની માગ કરી છે.
દામનગર પોલીસે પણ મહિલાની ફરિયાદ નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અને ફરિયાદ આધારે આગળની તપાસ હાથ ધરી છે.