- ગ્રામ્ય વિસ્તારમાં દિપડાઓનો આંતક યથાવત્
- અમરેલીમાં 8 વર્ષની બાળકીનો ભોગ લીધો દિપડાએ
- દિપડાને જલ્દી પાંજરે પૂરવામાં આવશે
અમરેલી : રાજ્યમાં અનેક વાર મોટાથી લઈ નાના બાળકો દિપડાનો શિકાર બનતા હોય છે જેમાં અનેક વાર વ્યક્તિને પોતાનો જીન ગુમાવવાનો વારો પણ આવે છે. આ બાબતે વન વિભાગ સતત કામ પણ કરતું રહે છે. અમરેલીના નેસડી ગામમાં 8 વર્ષની બાળકીનો ભોગ દિપડાએ લીધો હતો.
પરપ્રાતિંય મજૂરની દિકરીનો દિપડાએ લીધો ભોગ
નેસડી ગામના લવાભાઈ પાનસુરીયા નામના ખેડૂતની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરની 8 વર્ષની દીકરી પોતાના પરિવાર સાથે રાતના સમયે સૂતી હતી ત્યારે
રાતના 2 વાગ્યાની આજુ બાજુ દીપડાએ દીકરી ઉપર ત્રાટકી દીકરીનો ભોગ લીધો. હુમલો થતા બાળકીને તાત્કાલિર પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં ખસેડવામાં આવી હતી પણ ત્યા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો : કેશોદના અજાબ ગામમાં ખુખાંર દિપડાના ભયને લઈ ખેડૂતોએ દિવસે વિજળી આપવાની કરી માંગ
દિપડાને પાંજરે પૂરવાની કામગીરી શરૂ
આ ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતુ અને ઘટનાની તપાસ કરી હતી. વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.