અમરેલીઃ જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામે 7 જેટલા મોરના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે અન્ય એક મોરની સારવાર ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે ઝર ગામની સીમમાં આવેલા કેરીના બગીચાની આ ઘટના ઘટી હતી. જો કે રાષ્ટ્રીયપક્ષી મોરના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી.
ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ક્યા કારણોસર રાષ્ટ્રીયપક્ષી મોરના મુત્યુ થયા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.