મજીદખાન પઠાણ જે બગસરાના વતની છે જેઓ કલરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના દીકરા તોહિલને સામન્ય તાવ આવ્યો અને સામાન્ય તાવની સારવાર લીધી ત્યારબાદ ફરક ન પડતા તેમને અમરેલી સારવાર માટે ખસેડાયો હતો.
ત્યાં પણ સારું ન થતા અને વધુ તબિયત લથડતા રાજકોટ રીફર કરાયો હતો. ત્યાં તેની સારવાર શરૂ હતી તે દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
તોહિલના પિતાએ જણાવ્યું હતું કે, મેં મારા દીકરાને બચાવવા માટે રૂપિયાનું દેવુ કર્યું . દાગીના સહિત બધુ જ વેચવા તૈયાર થયો પરંતુ મારા દીકરાને બચાવી ન શક્યો માટે મારે મારા દીકરાને સારવાર માટે તકલીફો અનુભવી પડી તેવી કોઈ બીજા પરિવારોને કે દર્દીઓને ન પડે તે માટે સરકાર યોગ્ય પગલા ભરે. નાના પરિવારોમાં ગંભીર બીમારીઓ આવે તો સરકાર નાના ફુલકાઓની સારવારમાં મદદ રૂપ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.