- અમરેલીના લાઠી શહેરનો ચોંકાવનારો કિસ્સો
- 17 અને 19 વર્ષીય કિશોરીઓએ કરી આત્મહત્યા
- પિતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા કરી આત્મહત્યા
અમરેલી: લાઠી શહેરના મહાવીર નગરમાં રહેતા રાજુ દેસભાઈ બોરીચાએ પોતાની દિકરીઓ દીકરીઓ પાયલ રાજુભાઈ બોરીચા (ઉં.વ.19) અને કિરણ રાજુભાઈ બોરીચા (ઉ.વ.17) ને જમવાનું બનાવવાની બાબતે ઠપકો આપ્યો હતો. પોતાના પિતા દ્વારા ઠપકો આપતા બન્ને દિકરીઓએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી દીધી હતી. બનાવની જાણ થતા લાઠી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બન્ને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાએ સામાન્ય ઠપકો આપતા બન્ને દીકરીઓ ગુમાવવી પડી
પોલીસ પૂછપરછમાં મૃતકોના પિતાએ જણાવ્યું હતું કે, તેમણે દિકરીઓને જમવાનું બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો. જ્યારબાદ તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના લોકો હવે બાળકો તથા પુત્રીને ઠપકો પણ આપતા અચકાશે કેમ કે આ લાઠીની બનેલી ઘટના એ સૌ કોઈને ચોંકાવી દીધા છે. સગીર બહેનોએ સામાન્ય ઠપકા બાદ આત્મહત્યા કરી લેતા પરિવારમાં અને આસપાસના રહીશોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.