ETV Bharat / state

'અરે થોભો આ રસ્તે ન જતા, ત્યાં મોત છે' જુઓ વિશેષ અહેવાલ EVT ભારત સાથે... - ETV Bharat

અમદાવાદ: હાલમાં યુવાનોમાં દારૂ, ગાંજો તેમજ અન્ય વ્યસની વસ્તુઓનો મોટા પ્રમાણમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધી વસ્તુઓને કારણે ક્યારેક તેઓને જીવન ગુમાવવાનો પણ વારો આવે છે. આવા જ એક વ્યક્તિ કે જે અમદાવાદના રહેવાસી છે. તેમણે પોતાના જીવનની એક એવી જ સ્ટોરી ETV ભારત સાથે શેર કરી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 11:25 PM IST

આમ તો 31 ડિસેમ્બર હોય કે ટુરીસ્ટ પ્લેસ, શોખ માટે દારૂનો ટેસ્ટ કરવાનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે. ત્યારે આવા ટેસ્ટ જિંદગીમાં કેટલો મોંઘો પડે છે તેનો પરાગ શાહે અનુભવ કર્યો છે. તેમનું માનવું છે કે, આજે મોટાભાગના યુવાનો નાની-નાની વાતમાં પાર્ટી કરતા હોય છે, તેઓ મારા ઉદાહરણથી ચેતશે તો મને અનહદ આનંદ થશે. કોઈના ઘરમાં વ્યસની એમ કહે કે તેને દેવું છે, ટેન્શન છે તેમજ પત્ની સારી નથી જેવા બહાના કાઢીને પોતાના મોજ શોખ માટે પીતો હોય છે, માટે મહેરબાની કરીને તેમની વાતોમાં આવશો નહીં.

ETV ભારત સાથે પોતાનો અનુભવ કર્યો શેર

પરાગભાઈએ જણાવ્યું કે, “આજથી 25 વર્ષ પહેલા હું કોલેજમાં ભણતો હતો, ત્યારે મિત્રોની સાથે માઉન્ટ આબુમાં જઈને પહેલીવાર આલ્કોહોલનો ટેસ્ટ કર્યો હતો. પછી મને લત લાગતાં મેં દિવસ કે રાત જોયા વગર 20 વર્ષ સતત દારૂ પીધો હતો. જેના કારણે જિંદગીના અમૂલ્ય વર્ષો વેડફાયા હતા. મારા લગ્ન પછી પત્ની બીનાએ મને વારંવાર ટોક્યો, તેમ છતાં મને તેની ક્યારેય દયા આવી નહીં એનો આજે મને અફસોસ થાય છે. વધારેમાં પેરાલિસિસથી પીડાતાં મારા પિતાજી મને ઘણી વાર કહેતા કે તું ઘરે ન આવીશ, તેમ છતાં મોડી રાત્રે ચૂપચાપ આવીને સૂઈ જતો.”

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “ઘણીવાર પિતાને સારૂં લાગે તે માટે તીર્થયાત્રાએ પણ જતો, તેમ છતાં મારું વ્યસન છૂટ્યું નહીં. તેમના કહેવા મુજબ મારા સંતાનો ક્યારે સ્કૂલે ગયા અને ક્યારે પાછા આવ્યા તે પણ મને ક્યારેય ખબર ન હતી. અનેક અરમાનો લઈને ઘરમાં આવેલી મારી પત્ની બીનાએ મને 14 વર્ષ સુધી સહન કર્યો છે. શેરબજારમાં બિઝનેસ માટે મુંબઈ-દિલ્હી જેવા શહેરોમાં જતો હતો, ત્યાં એક પણ રાત દારૂ વગર ખાલી જતી નહીં. મેં એક કરોડ રૂપિયાનો દારૂ પીધો હશે અને મિત્રોને પીવડાવ્યો હશે. આજના યુવાનોને એટલું જ કહીશ કે મને પુનર્જન્મ મળ્યો છે, માટે તમે સાવધાન રહેજો, કેમ કે એક વ્યસન ઘરના બધા સભ્યો માટે નર્ક સમાન બની જાય છે.”

Intro:અરે થોભો આ રસ્તે ના જતા ત્યાં મોત છે હું માંડ માંડ જીવ બચાવી ને પાછો આવ્યો છું.જી હા, તમે બરાબર વાંચી રહ્યા છો. આ શબ્દો છે અમદાવાદના રહેવાસી શ્રી પરાગભાઈ શાહ ના.તેમનું કહેવું છે કે હું મારી જીવન ની એક એવી સ્ટોરી છે,જે ફક્ત અને ફક્ત etv સમક્ષ પ્રસ્તુત કરવા માગું છું.

Body: લિવર ટ્રાન્સપ્લાન્ટ થી નવું જીવતદાન મેળવનારા પરાગ શાહના. આમ તો 31 ડિસેમ્બર હોય કે ટુરીસ્ટ પ્લેસ શોખ ખાતર દારૂનો ટેસ્ટ કરવાનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે, ત્યારે આવા ટેસ્ટ જિંદગી માં કેટલો મોંઘો પડે છે તેનો આંખ ઉઘાડનારો પોતાનો જ કિસ્સો લિવરની બીમારી થી સાજા થયેલા અમદાવાદના પરાગભાઈ રજૂ કર્યો, ત્યારે તેમની આંખમાંથી દડદડ આંસુ આવી ગયા હતા. તેમનું માનવું છે કે આજે મોટાભાગના યુવાનો નાની નાની વાતમાં પાર્ટી કરતા હોય છે,તેઓ મારા ઉદાહરણથી ચેતશે તો મને અનહદ આનંદ થશે. કોઈના ઘરમાં વ્યસની એમ કહે કે તેને દેવું છે,ટેન્શન છે ,પત્ની સારી નથી આવા બહાના કાઢીને પોતાનાં મોજ શોખ માટે પીતો હોય છે. માટે મહેરબાની કરીને તેમની વાતોમાં આવશો નહીં

Conclusion:પરાગભાઈ કહે છે કે આજથી 25 વર્ષ પહેલા હું કોલેજમાં ભણતો ત્યારે મિત્રોની સાથે માઉન્ટ આબુમાં જઈને પહેલીવાર આલ્કોહોલનો ટેસ્ટ કર્યો હતો. પછી મને લત લાગતાં મેં દિવસ કે રાત જોયા વગર 20 વર્ષ સતત દારૂ પીધો હતો. અને જિંદગીના અમૂલ્ય વર્ષો વેદફયા હતા. મારા લગ્ન પછી પત્ની બીનાએ મને વારંવાર ટોક્યો, તેમ છતાં મને તેની ક્યારેય દયા નહતી આવી. અને આજે અફસોસ થાય છે કે પેરાલિસિસથી પીડાતાં મારા પિતાજી મને ઘણી વાર કહેતા કે તું ઘરે ન આવીશ તેમ છતાં મોડી રાત્રે ચૂપચાપ આવીને સૂઈ જતો.ઘણીવાર પિતાને સારું લાગે તે માટે તીર્થયાત્રાએ પણ જતો. તેમ છતાં મારું વ્યસન છૂટે નહિ. તેમના કહેવા મુજબ મારા સંતાનો ક્યારે સ્કૂલે ગયા અને ક્યારે પાછા આવ્યા તે મને ક્યારેય ખબર ન હતી.અનેક અરમાનો લઈને ઘરમાં આવેલી મારી પત્ની બીનાએ મને 14 વર્ષ સુધી સહન કર્યો છે. શેરબજારમાં બિઝનેસ માટે મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં જતો હતો,ત્યાં એક પણ રાત દારૂ વગર ખાલી નહતી જતી.મેં એક કરોડ રૂપિયાનો દારૂ પીધો હશે અને મિત્રોને પીવડાવ્યો હશે.આજના યુવાનો ને એટલું જ કહીશ કે મને પુનર્જન્મ મળે છે માટે તમે સાવધાન રહેજો કેમ કે એક વ્યસન ઘરના બધા સભ્યો માટે નર્ક બની જાય છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.