અમદાવાદ અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ (Airport Ahmedabad )પર પૂર્વ રામીના પાકિટમાંથી 1 કારતૂસ મળી આવી હતી.જેની પૂછપરછ કરતા તેણે પોતાના પિતા પાસે પિસ્તોલનું લાઇસન્સ હોવાનું જણાવ્યું હતું.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાકિટમાંથી 1 કારતૂસ મળી ડોમેસ્ટિક એરપોર્ટ પર સી.આઇ.એસ.એફ.માં સબ ઇન્સ્પેક્ટર શાલિની પવાર અમદાવાદથી રાંચીની ફલાઇટના(Ahmedabad to Ranchi flight ) પેસેન્જરોની એક્સ-રે સ્ક્રીનિંગ મશીન પર શારીરિક અને લગેજની ચકાસણી કરતા મહેસાણા જિલ્લાના મેઉ ગામના 32 વર્ષીય અપૂર્વ રામીના પાકિટમાંથી 1 કારતૂસ મળી આવી હતી.
પૂછપરછમાં જણાવ્યું આ કારણ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે પોતાના મોટા બાપા જયેશ રામી સાથે 2 વર્ષથી રહે છે. મોટા બાપુ જયેશ વર્ષ 2008માં આર્મીમાંથી નિવૃત થયા હતા. અને તેમની પાસે પિસ્તોલનું લાઇસન્સ છે. સોમવારે અપૂર્વના પાકિટમાં પિસ્તોલની એક કારતૂસ ઉતાવળમાં ભૂલથી રહી ગઈ હતી
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપૂર્વ પાસે પિસ્તોલનું લાઇસન્સ નહીં હોવાના કારણે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.