ETV Bharat / state

Ahmedabad Rape Crime : અન્ય સમુદાયના યુવકે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, ગર્ભવતી બનાવી તરછોડી... - આરોપીની ધરપકડ

શહેરમાં ફરી એક અન્ય સમુદાયના યુવકે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવી તરછોડવાની ઘટના સામે આવી છે. પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર યુવકે 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીને ગર્ભ રહી જતા યુવકે તેને તરછોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

અન્ય સમુદાયના યુવકે 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી

author img

By

Published : Jul 11, 2023, 6:24 PM IST

Ahmedabad Rape Crime

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર યુવતી સાથે બળાત્કારની ઘટના બની છે. જેમાં યુવતીને અન્ય સમુદાયના યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. દોઢ વર્ષ સુધી અલગ અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેની જાણ આરોપીને થતા તેણે દગો આપી લગ્ન કરવાની ના પાડી હતી. અંતે આ સમગ્ર બાબતે દાણીલીમડા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

લગ્નની લાલચે બલાત્કાર : અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ આ બાબતે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ પહેલા તે દાણીલીમડાની કંપનીમાં સીલાઇકામની નોકરી કરતી હતી. ત્યારે અશરફ અન્સારી નામના યુવકના સંપર્કમાં આવી હતી. તેણે યુવતીનો નંબર લીધો હતો અને બાદમાં બંને વચ્ચે વાતચીત થતી હતી. એક દિવસ અશરફ અન્સારીએ યુવતીના ઘર આગળ આવીને તેને મળવા બોલાવી હતી. યુવતીને વાતોમાં લાવી લગ્ન કરવાની લાલચ આપી શાહ આલમ ટોલનાકા પાસે આવેલ આંગણ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ગર્ભ રહી જતા તરછોડી : પાંચ મહિના પહેલા યુવતી પ્રેમી સાથેના શારીરિક સંબંધોના કારણે ગર્ભવતી થઈ હતી. તેણે આ બાબતની જાણ અશરફ અન્સારીને કરી હતી. ત્યારે અશરફ અંસારીએ “હું શું કરું” તેવું કહીને મળવા પણ ન આવ્યો હતો. યુવતીએ બાદમાં સંપર્ક કરતા ગલ્લા તલ્લા કરી આરોપીએ કોઈ જવાબ ન આપ્યો હતો. આરોપીએ લગ્ન કરવાની ના પાડી ત્રણ મહિનાથી યુવતી સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે યુવતીએ આ સમગ્ર બાબતે પરિવારજનોને જાણ કરી હતી.

યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, હાલમાં આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી છે. આરોપી કુવારો હોય અને તે મજૂરી કામ કરે છે. તેમ જ યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.-- જી.જે. રાવત (PI, દાણીલીમડા પોલીસ સ્ટેશન)

પોલીસ તપાસ : આ ઘટના અંગે દાણીલીમડા પોલીસ મથકમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનામાં સામેલ અશરફ અન્સારી નામના આરોપીની ધરપકડ કરી છે. હાલમાં યુવતીને પાંચ મહિનાનો ગર્ભ છે. જેથી આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત આરોપી સામે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

  1. Ahmedabad Crime : નવા નરોડામાં એક જ સોસાયટીમાં રહેતા નરાધમે બાળકને ધાબે લઈ જઈને ન કરવાનું કર્યું
  2. Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.