ETV Bharat / state

અમદાવાદમાં યુવતીની બાબતે તલવારના ઘા મારી યુવકની હત્યા કરાઇ

author img

By

Published : Jun 7, 2020, 2:49 PM IST

શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકને અંગત અદાવતમાં તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં ત્રાસ હતો અને અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.

યુવતીની બાબતે યુવકની તલવારના 10થી વધુ ઘા મારી હત્યા

અમદાવાદ : શહેરના અમરાઈવાડીના સત્યનારાયણ નગરમાં આવેલી રાવજી પટેલની ચાલી ખાતે મોડી રાતથી વહેલી સવારના સમય વચ્ચે ભોલા નામના એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગર અને તેની સાથે અન્ય શખ્સો હતા.

યુવકની તલવાર વડે હત્યા
દિલીપ ઉર્ફે ટાઈગરે યુવતીની બાબતમાં ભોલા નામના યુવક સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો કર્યા બાદ ગઈકાલે વરસાદ વરસતો હતો, ત્યારે દિલીપે ભોલાને બોલાવી તેના પર હુમલો કર્યો હતો. આ તકે મૃતકના પરિવારનું કહેવું છે કે, દિલીપ ટાઇગર દારૂ પીધેલો હતો અને તેણે તલવારના 10થી વધુ ઘા મારી હત્યા કરી છે. પોલીસે આ મામલે મૃતકના પરિવારની પણ પૂછપરછ હાથ ધરી છે. તેઓએ પોલીસને જણાવ્યું છે કે, દિલીપ ટાઇગર માથાભારે વ્યક્તિ છે. અગાઉ પણ તેણે અનેકવાર ઝઘડા કરી મારામારી કરી હતી.હાલ દિલીપ સહિતના તમામ લોકો ફરાર થઈ જતા અમરાઈવાડી પોલીસે આ મામલે ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.